Video: શું તમે ક્યારેય સિંહને ડરીને ભાગતા જોયો છે? ભેંસ સાથેના આ મુકાબલાનો વીડિયો અત્યારે ઈન્ટરનેટ પર થઈ રહ્યો છે વાયરલ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

Video: ભેંસને એકલી જોઈ સિંહે કર્યો હુમલો, પછી જે થયું તે જોઈને ‘જંગલનો રાજા’ પૂંછડી દબાવીને ભાગ્યો!

જંગલમાં ક્યારેક એવા દ્રશ્યો જોવા મળે છે જે સૌને ચોંકાવી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક સિંહ ભેંસને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અંતે કંઈક એવું બને છે કે જંગલના રાજાએ ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડે છે.

એકતાની શક્તિ સામે સિંહ પણ લાચાર

જંગલનો કાયદો ઘણો ક્રૂર હોય છે; જે શક્તિશાળી છે તે જ ટકી શકે છે. સામાન્ય રીતે આપણે સિંહ કે વાઘ જેવા હિંસક પ્રાણીઓને હરણ કે ભેંસનો શિકાર કરતા જોતા હોઈએ છીએ. પરંતુ આ વીડિયોમાં નજારો કંઈક અલગ જ છે.

- Advertisement -

વીડિયોમાં જોઈ શકાય છે કે કાદવથી ભરેલા એક નાના તળાવમાં સિંહ એક ભેંસને દબોચવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિંહે ભેંસના પગને પકડી રાખ્યો છે અને તે તેને પાડી દેવાની ફિરાકમાં છે. ભેંસ અસહાય જણાય છે, પરંતુ બરાબર એ જ ક્ષણે એક ચમત્કાર થાય છે.

- Advertisement -

ઝુંડ આવતા જ સિંહની હાલત ખરાબ થઈ

અચાનક ત્યાં બીજી એક ભેંસ આવી પહોંચે છે અને સિંહ તેને જોઈને તરત જ ભાગવા લાગે છે. શરૂઆતમાં લાગે છે કે સિંહ એક ભેંસથી કેમ ડરી ગયો? પરંતુ જેવો કેમેરો ફરે છે, ત્યારે દેખાય છે કે પાછળ ભેંસોનું આખું ઝુંડ આવી રહ્યું હતું. આટલી મોટી સંખ્યામાં ભેંસોને પોતાની તરફ આવતી જોઈ ‘જંગલનો રાજા’ ગભરાઈ ગયો અને પૂંછડી દબાવીને મેદાન છોડી ભાગ્યો. આ રીતે ભેંસોની એકતાએ તેમના સાથીનો જીવ બચાવી લીધો.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @Axaxia88 નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, “જંગલની આ અવિશ્વસનીય ક્ષણ એકતાની તાકાત અને ઝુંડની શક્તિ દર્શાવે છે.” માત્ર 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 37 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. નેટિઝન્સ આ વીડિયો પર જાતભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે:

  • એક યુઝરે લખ્યું, “એકતામાં જ બળ છે.”
  • બીજા એક યુઝરે કહ્યું, “જંગલમાં પણ પરિવાર અને સાથીઓનો સાથ જીવ બચાવી શકે છે.
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.