Video: રોબોટ્સે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે માનવીય ડાન્સર્સ પણ જોતા રહી ગયા, જુઓ આ ચોંકાવનારો વીડિયો
ટેકનોલોજીની દુનિયામાં ચીન જે રીતે હરણફાળ ભરી રહ્યું છે, તેનો એક જીવંત નમૂનો તાજેતરમાં જોવા મળ્યો છે. ચીનના ‘સ્પ્રિંગ ફેસ્ટિવલ ગાલા ૨૦૨૬’ (Spring Festival Gala 2026) ના મંચ પર આ વખતે માત્ર કલાકારો જ નહીં, પણ લોખંડના બનેલા ‘રોબોટિક સ્ટાર્સ’ છવાયેલા રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઈવેન્ટનો એક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં હ્યુમનૉઇડ રોબોટ્સ (Humanoid Robots) ઇબેજબાજ ડાન્સર્સની જેમ સ્ટેજ ગજવતા જોવા મળે છે.
ટેકનોલોજી અને કલાનો અદભૂત સંગમ
ચીનના ઝેજિયાંગ પ્રાંતના યીવુ શહેરમાં આયોજિત આ કાર્યક્રમમાં ‘WuBOT’ થીમ હેઠળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવીય કલાનો સમન્વય જોવા મળ્યો હતો. Unitree Robotics ના પ્રખ્યાત G1 અને H2 રોબોટ્સે સાચા કલાકારો સાથે એવા તાલ મિલાવ્યા કે પ્રેક્ષકો દંગ રહી ગયા. દ સન (The Sun) ના રિપોર્ટ મુજબ, આ રોબોટ્સે માત્ર ડાન્સ જ નથી કર્યો, પરંતુ અત્યંત જટિલ ગણાતી ટેકનિક પણ પ્રદર્શિત કરી છે.
🤯Absolutely insane. Unitree’s humanoid robot team’s performance at the 2026 Spring Festival Gala
The significance of the humanoid robot’s performance lies in letting 1.4 billion Chinese people know where the future lies. pic.twitter.com/6vXIX2MfWM
— CyberRobo (@CyberRobooo) February 16, 2026
નનચાકુથી લઈને માર્શલ આર્ટ્સ સુધીના સ્ટંટ્સ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે રોબોટ્સે વ્યાવસાયિક માર્શલ આર્ટિસ્ટની જેમ ‘નનચાકુ’ ફેરવ્યા, ‘હોર્સ સ્ટાન્સ’માં સ્થિરતા બતાવી અને ‘ડ્રંકન ફિસ્ટ’ (Drunken Fist) જેવી અઘરી મૂવ્સ અત્યંત સરળતાથી કરી બતાવી. આ દરમિયાન MagicLab ના MagicBot Z1 એ જ્યારે ‘Thomas 360’ ડિગ્રી ટર્ન લીધો, ત્યારે આખું સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
ચીની કંપનીઓનું શક્તિ પ્રદર્શન
આ માત્ર એક મનોરંજન કાર્યક્રમ નહોતો, પરંતુ ચીની ટેક કંપનીઓ માટે તેમની ક્ષમતા બતાવવાનું પ્લેટફોર્મ હતું:
- Unitree Robotics: સતત ત્રીજીવાર આ કાર્યક્રમમાં ભાગ લઈને પોતાની પકડ મજબૂત કરી.
- MagicLab: રોબોટ્સના સંતુલન અને ઝડપ (Agility) દ્વારા સૌના દિલ જીત્યા.
- Noetix Robotics: તેમના રોબોટ્સે કોમેડી સ્કેચમાં ભાગ લઈને રોબોટિક ‘હ્યુમર’નો નમૂનો આપ્યો.
- Beijing Galbot: મોશન કંટ્રોલ અને ટેકનિકમાં ચીન કેટલું આગળ છે તે સાબિત કર્યું.
શું રોબોટ્સ હવે માણસોનું સ્થાન લેશે?
૪ મિનિટથી વધુ ચાલેલા આ પર્ફોર્મન્સે નિષ્ણાતોને વિચારતા કરી દીધા છે. હ્યુમનૉઇડ રોબોટ્સનું સંતુલન અને માનવીય હાવભાવ સાથેનું તાલમેલ સૂચવે છે કે મોશન કંટ્રોલ અને બેલેન્સ અલ્ગોરિધમના ક્ષેત્રમાં ચીન હવે વિશ્વ નેતા બનવાની દિશામાં છે. આ પ્રગતિ આગામી સમયમાં માનવી અને મશીન વચ્ચેના સંબંધોને સંપૂર્ણપણે બદલી શકે છે.