Umar General 2 હજાર કરોડ રુપિયાની જમીન પરત લેવાતા સુરતનાં બિઝનેસમેન ઉંમર જનરલનું અરાફાત ગ્રુપ બન્યું રઘવાયું, રાજસ્થાનની ભજનલાલ સરકારને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી

3 Min Read

Umar General રાજસ્થાનનાં કોટામાં સુરતના બિઝનેસમેન ઉંમર જનરલના અરાફાત ગ્રુપની બે હજાર કરોડ રુપિયાની અંદાજાતી 2500 એકર જમીન પરત સરકાર દ્વારા પરત લઈ લેવાના કિસ્સામાં પડઘા હજુ પણ શમી રહ્યા નથી. સુરતનાં મેમણ સમાજમાં આ ઘટનાને લઈ તીવ્ર રિએક્શન જોવા મળી રહ્યા છે. પહેલી વાર ઉંમર જનરલનું આખું ગ્રુપ આ જમીનને બચાવી લેવા માટે મેદાનમાં પડ્યું છે. ખબર મળી રહી છે કે ઉંમર જનરલની માલિકી ધરાવતા અરાફાત ગ્રુપની જેકે ફેક્ટરીની જમીન અંગે રાજસ્થાનની ભજનલાલ સરકારે કરેલી કાર્યવાહી સામે બાંયો ચઢાવવામાં આવી રહી છે અને જમીન પરત લેવાની બાબતને રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની આધારપાત્ર માહિતી મળી રહી છે.

આ અંગે કોટાના ઇન્દિરા ગાંધી નગરના રહીશ અને ફરિયાદી ઇન્દ્રમલ જૈન દ્વારા 387 કરોડ રુપિયાની મશીનરી સહિત માલ સામાન વેચી મારવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીની ફરિયાદનાં આઘારે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં JK સિન્થેટીક્સ કંપનીના ડિરેક્ટર અને સુરત બિઝનેસમેન મહોમ્મદ ઉમર જનરલ, મહોમ્મદ યુસુફ મોહમ્મદ સફી લીલામવાલા અને મહોમ્મદ જુનૈદ જનરલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ધરપકડથી બચવા માટેના કાયદાકી દાવપેચ શરુ કરવામાં આવ્યા છે.

UMAR GENERAL General Group1.jpeg
ભાજપ શાસિત ભજનલાલ સરકારે તાજેતરમાં અધિક જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી જેમાં લાડપુરા SDM, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, RIICO ના ડેપ્યુટી જનરલ મેનેજર, સંયુક્ત શ્રમ કમિશનરનો સમાવેશ થતો હતો. ફેક્ટરી મેનેજમેન્ટ આ સમિતિને ઉદ્યોગના સંચાલન અંગે કોઈ દસ્તાવેજો પૂરા પાડી શક્યું ન હતું. સમિતિએ સ્વીકાર્યું કે મેનેજમેન્ટે મશીનરીનો નાશ કર્યો છે. લીઝ ડીડની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે, સરકારે જાહેર હિતમાં 2500 એકર જમીનને કબજામાં લેવાનું યોગ્ય માન્યું છે.

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા કોટા શહેરના જિલ્લા અધ્યક્ષ સુદર્શન ગૌતમના નેતૃત્વમાં, અધિકારીઓએ કોટા રેન્જ IG રવિ દત્ત ગૌરને મળ્યા અને આ સંદર્ભમાં એક આવેદનપત્ર સુપરત કર્યું. એવું કહેવામાં આવ્યું હતું કે JK ની બંધ ફેક્ટરીની મશીનરી અરાફાત ગ્રુપમાંથી ગાયબ થઈ ગઈ છે. આ મામલે હસ્તક્ષેપ કરીને, અરાફાત ગ્રુપના મેનેજમેન્ટ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફેક્ટરીની મશીનરી વેચીને મળેલી 387 કરોડ રૂપિયાની રકમ વસૂલ કરીને તિજોરીમાં જમા કરવામાં આવે, જેથી જનતાના સંસાધનોનું રક્ષણ થઈ શકે. કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કબજા કે જાહેર સંપત્તિનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં.

Share This Article