વિરાટ કોહલીનો ગઈ કાલે જન્મદિવસ હતો અને આજે તે 30 વર્ષનો થઈ ગયો છે. વિરાટ કોહલી ફક્ત ક્રિકેટ જ નહી પણ તેના લવ ્ફેરને કારણે પણ ખુબ ચર્ચામાં છે. 2017 માં અનુષ્કા સાથેના અફેર પહેલા પણ વિરાટની લાઈફમાં ઘણી સ્ત્રીઓ આવી હતી પણ તેણે ક્યારેય તેનો સ્વીકાર કર્યો નહોતો.
તેનું પહેલું અફેર બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટીયા સાથે હતું. તમન્ના અને વિરાટ 2012-13 માં એક મોબાઈલ એડમાં એક સાથે કામ કરતા હતા. આ દરમિયાન બન્ને નજીક આવ્યા હતા.
તમન્ના સાથે બ્રેક અપના સમાચાર બાદ થોડા દિવસો પછી જ વિરાટ કોહલી જુહુમાં બ્રાઝિલની બોલિવુડ એક્ટ્રેસ ઈઝેબેલ લેટી સાથે જોવા મળ્યો હતો. જો કે બંનેએ રિલેશનશીપને લઈને વાત કબુલી નહોતી. વિરાટે થોડા સમય બાદ તેને છોડી દીધી અને પછી તેની જોડી અનુષ્કા સાથે જામી ગઈ.