ગુજરાતના શહેરી વિકાસ વિભાગ પાસે પુરતા સર્વેયરો નથી તેથી શહેરોના વિકાસ પર અસર પડી છે. રાજ્યના કેટલાક અનુભવી પણ નિવૃત સર્વેયરોની હાલ સેવાઓ લેેવામાં આવી રહી છે. સર્વેયરોના કારણે શહેરી વિકાસ પર માઠી અસર પડી છે, કારણ કે કામમાં ખૂબ વિલંબ થઇ રહ્યો છે.
રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત ક્લાસ-એ ના 16 શહેરોમાં સર્વેયરની આવશ્યતા હોય છે. નવી કોઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડતા પહેલાં સર્વેયરની જવાબદારી રિપોર્ટ આપવાની છે. સરકારના શહેરી વિકાસ વિભાગમાં સર્વેયરની મંજૂર થયેલી 168 જગ્યાઓ પૈકી હાલ માત્ર બે જ ભરાયેલી છે, પરિણામે સ્કીમમાં વિલંબ થઇ રહ્યો છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સર્વેયરોની નિયુક્તિ થતી નથી. જે ટીપી સ્કીમ મંજૂર થાય છે તેમાં સર્વેયરની કામગીરી મહેસૂલ વિભાગના કર્મચારીઓ કરતા હોય છે. જો કે શહેરી વિકાસ વિભાગને આ મહેકમ ફાળવવામાં આવેલું છે. કેટલીક વખત ટાઉન પ્લાનિંગ કચેરીને સર્વેયર શોધવા નિકળવું પડતું હોય છે.
શહેરી વિકાસ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યના શહેરોના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ માટેની દરખાસ્તો શહેરોમાંથી મળતી હોય છે અને તે ઓન ગોઇંગ પ્રોસેસ છે. શહેરી વિકાસ વિભાગ ટીપી સ્કીમોને મંજૂરી આપતું હોય છે પરંતું સ્ટાફની અછતના કારણે મંજૂરી આપવામાં ઘણીવાર અક્ષમ્ય વિલંબનો સામનો પણ કરવો પડે છે.
કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકાર સ્માર્ટ શહેરોના પ્રોજેક્ટમાં કામ કરી રહી છે ત્યારે સ્ટાફના અભાવે શહેરોના વિકાસના પ્રોજેક્ટ ખોરંભે પડે તે સ્થિતિનું નિર્માણ થવું ન જોઇએ.
શહેરોની સમસ્યા એવી છે કે ટીપી સ્કીમ ફાઇલન ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ જેવા વિકાસના કામો થઇ શકતા નથી. ખાસ કરીને સરકારને જ ટેક્સનું ભારે નુકશાન થાય છે. ગુજરાતમાં ટાઉન પ્લાનરની 257 બ્રાન્ચ ઓફિસ છે અને ટીપી સ્કીમમાં 32 ટાઉન પ્લાનિંગ ઓફિસરો છે. સરકારને લખવામાં આવ્યું છે છતાં આ ખાલી જગ્યાઓ ભરાતી નથી.