કોરોના સંક્રમણના સમયમાં ગુજરાત ટેલીકોમ ઉદ્યોગમાં 6.38 લાખ મોબાઇલ નંબરોનું સર્વિસ પ્રોવાઇડરોને નુકશાન થયું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ આંકડો જાહેર કર્યો છે, જો કે તેના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં પણ રિલાયન્સ જિયો અને બીએસએનએલના મોબાઇલ સબસ્ક્રીપ્શનમાં વૃદ્ધિ જણાઇ આવી છે.
આ કપરાં સમયગાળા દરમ્યાન, રિલાયન્સ જિયોએ 1.27 લાખ અને બીએસએનએલ એ નવા 1547 ગ્રાહકો મેળવ્યાં છે. લોકડાઉન દરમ્યાન જોવામાં આવ્યું છે કે ખોરાક, કપડાં અને આશ્રય સાથે મોબાઇલ ડેટાની મૂળભૂત જરૂરિયાત રહી છે તેમ છતાં ટેલિકોમ ઉદ્યોગમાં મે મહિનામાં 6.38 લાખ ગ્રાહકોનું નુકશાન સાથે રાજ્યમાં 6.61 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર જોવામાં આવ્યા છે.
મોબાઇલ જોડાણો ઘટતાં એવું માનવમાં આવે છે કે કપરાં સમયમાં વપરાશકર્તાઓએ તેમની વધારાની સિસ્ટમનો ઉપયોગ બંધ કર્યો છે. ગુજરાતમાં એક કરતાં વધુ સીમ ધરાવતા ગ્રાહકોના કારણે રાજ્યમા મોબાઇલ નંબરોનો આંકડો રાજ્યની વસતીની સરખામણીએ વધારે જોવા મળે છે. કોરોના સંક્રમણના સમયમાં જે લોકો પાસે બે નંબરો હતા તેમણે તેમનો એક નંબર બંધ કર્યો છે જેથી મોબાઇલ ગ્રાહકોના આંકડામાં ઘટ જોવા મળે છે.
હાઇસ્પીડ ડેટા માટે જાણીતા રિલાયન્સ જિયોએ ગુજરાતમાં ગયા એપ્રિલ મહિનામાં 2.38 કરોડ વપરાશ કર્તાઓમાં 1.27 લાખનો વધારો કરીને મેના અંત સમયમાં 2.39 કરોડ ગ્રાહકો બનાવ્યા છે. એવી જ રીતે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ 1547 ગ્રાહકો વધાર્યા છે. આ આંકડા સાથે બીએસએનએલના ગ્રાહકોની સંખ્યા 61.05 લાખ થઇ છે.
ટ્રાઇના અહેવાલ મુજબ, ગુજરાતના અગ્રણી ટેલિકોમ ઓપરેટર, વોડાફોન આઇડિયાએ મે મહિનામાં ફરી એકવાર નકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. આ સર્વિસ ઓપરેટરના મોબાઇલ ગ્રાહકોની સંખ્યા એપ્રિલમાં 2.65 કરોડ હતી તે ઘટીને 2.61 કરોડ થઇ છે. એરટેલની સંખ્યામાં પણ 3.60 લાખ ગ્રાહકો ઘટી ગયા છે. રાજ્યમાં એરટેલના ગ્રાહકોની સંખ્યા 1.03 કરોડ જેટલી છે.
ભારતમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા મે મહિનાના આંકડા પ્રમાણે 116.36 કરોડ નોંધાઇ છે પરંતુ લોકડાઉનના એપ્રિલ મહિનામાં 85.03 લાખ અને મે મહિનામાં 57.06 લાખ ગ્રાહકો ઓછા થઇ ગયા છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ 47 લાખ મોબાઇલ ગ્રાહકો ગૂમાવ્યા છે.
હાલની સ્થિતિએ એરટેલના ગ્રાહકોની સંખ્યા 31.7 કરોડ અને વોડાફોન આઇડિયાના ગ્રાહકોની સંખ્યા 30.9 કરોડ છે. જિયોએ આ સમયગાળામાં 36 લાખ નવા ગ્રાહકોનો ઉમેરો કર્યો છે અને તે દેશની નંબર વન કંપની બની છે. જિયો પાસે કુલ 39.2 કરોડ મોબાઇલ ગ્રાહકો છે, જ્યારે બીએસએનએલ પાસે 11.9 કરોડ ગ્રાહકો રહ્યાં છે.