કોરોના વાયરસના કારણે સર્જાયેલી કટોકટીમાં એક બાજુ વ્યક્તિઓ અને કંપનઓની આવક ઘટી રહી છે અને લાખો લોકોએ ગુમાવી છે તેવા સંકટ સમયમાં આ ભારતીય કંપનીએ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
ભારતની દિગ્ગજ આઇટી કંપની ઇન્ફોસિસએ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા બાદ તેના કર્મચારઓન પગારમં વધારો કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, ઇન્ફોસિસનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 4846 કરોડ રૂપિયા રહ્યો છે.
ઇન્ફોસિસે કહ્યુ કે, 1લી જાન્યુઆરી 2021થી કર્મચારીઓના પગારમાં વધારો અને પ્રમોશનનો અમલ થશે. આ નિયમ તમામ લેવલ પર લાગુ કરવામાં આવશે. કંપનીના સીઇઓ સલીલ પારખે કહ્યુ કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં એટલે કે ત્રીજા ક્વાર્ટરમાં કંપની સ્પેશિયલ બોનસ આપશે. તે ઉપરાંત 100 પર્સેન્ટ વેરિએબલ-પે પણ મળશે.
ચાલુ વર્ષે કરશે 16500 નવી ભરતી
કંપનીમાં લગભગ 2.4 લાખ કર્મચારીઓ કામ કરે છે. પગાર વધારો પાછલા વર્ષની જેમ જ થશે. વર્ષ 2019માં કંપનીમાં કામ કરનાર 85 ટકા કર્મચારીઓના પગારમાં સરેરાશ 6 ટકાનો વધારો થયો હતો. નોંધનિય છે કે, બીજા ક્વાર્ટરમાં કંપનીએ 5500 નવા કર્મચારીઓની ભરતી કરી છે, જેમાં 3000 જેટલા ફ્રેશર્સ હતા. કંપની ચાલુ વર્ષે 16500 ફ્રેશર્સની ભરતી કરવાની છે. પાછલા વર્ષે તેણે 15,000 ફ્રેશર્સની ભરતી કરી હતી.