કોરોના સંકટ વચ્ચે મગફળીમાં મજબૂત માંગ, નિકાસ 13 ટકા વધી
મુંબઇઃ કોરોના સંકટ વચ્ચે પણ ભારતમાં કૃષિ પેદાશોની નિકાસ એકંદરે મજબૂત રહી છે. જેમાં મગફળીની નિકાસ વિતેલા એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન વાર્ષિક તુલનાએ 13 ટકા વધી છે અને હજી પણ નવા એક્સપોર્ટ ઓર્ડર મળતા નિકાસ વધવાના ઉજળા સંજોગો છે.
ભારતમાં ઓગસ્ટમાં 34535 ટન મગફળીની નિકાસ કરી છે જે એક વર્ષ પૂવેના સમાન મહિનામાં 19225 ટન હતી. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન મગફળીની નિકાસ 13 ટકા વધીને 174610.53 ટને પહોંચી ગઇ જેનું મૂલ્ય 1571.61 કરોડ રૂપિયા છે.
આ દરમિયાન ઇન્ડિયન ઓઇલસીડ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઇઓપીઇપીસી)ના મે ભારતમાં ચાલુ વર્ષે મગફળીનું કૂલ ઉત્પાદન 7728597 ટન થવાનો અંદાજ છે. આંકડાઓ મુજબ દેશભરમાં ખરીફ પાક વર્ષ 2020-21માં મગફળીનું કુલ વાવેતર 5095500 હેક્ટરમાં થયુ તેમજ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા 1517 કિગ્રા રહેવાનો અંદાજ છે.
મગફળીની માંગ કોવિડ-19 પૂર્વેના સ્તરે પહોંચી ગઇ છે તેમજ ચીન, દક્ષિણપૂર્વ એશિયા અને યુરોપથી સારા ઓર્ડર મળવાથી વર્ષ 2020-21માં નિકાસ 10 ટકા વધવાની સંભાવના છે. ચીનમાં ઉત્પાદન ઘટવાથી ત્યાંથી મગફળીથી સારી માંગ છે.
ખરીફ 2020માં મગફળીનું બમ્પર ઉત્પાદન થવાથી ભારતીય મગફળી અન્ય ઓરિજન અમેરિકા તેમજ આર્જેન્ટિનાની તુલનાએ સસ્તી છે. પુછપરછ આવી રહી છે તેમજ સોદા થઇ રહ્યા છે. આ વર્ષે નિકાસ બિઝનેસમાં 10 ટકાની વૃદ્ધિ થવાની સંભાવના છે તેમજ તેનાથી વધારે અમારી એક્સચેન્જ રેટ પર નિર્ભર રહેશે. ચીનમાં ભારતીય મગફળીની આયાત પર 15 ટકા આયાત જકાત લાગે છે જ્યારે આફ્રિકાથી સપ્લાય પર કોઇ જકાત નથી