નવી દિલ્હીઃ પ્રદુષણની રાજધાની બનેલા દિલ્હી- એનસીઆરના 5 શહેરોમાં GRAP (Graded Response Action Plan) લાગુ થઇ રહ્યો છે. જે હેઠળ આજથી દિલ્હીસહિત ગુરુગ્રામ, ફરિદાબાદ, નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજિયાબાદમાં ડીઝલ- પેટ્રોલ અને કેરોસીનથી ચાલતા જનરેટર ચલાવવા પર પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 15મી માર્ચથી ચાલુ રહેશે. દિલ્હીની માટે આ નિર્ણય સારો છે પરંતુ અહીં પાવર-કાપ બહુ જ છે. પરંતુ નોઇડા- ગાજિયાબાદ જેવા શહેરોનું શું થશે? આ શહેરોમાં તો વિજળીની સમસ્યા વધારે છે. એવામાં એવી સોસાયાટીઓનું શુ થશે, જેઓ પાવર-કાપમાં ડીઝલ જનરેટર ચલાવીને લિફ્ટ વગેરે ચલાવે છે. ફેક્ટરીઓ-ઉદ્યોગોનું શું થશે? પાવર-કાપને લીધે ત્યાં ઉત્પાદન અટકી પડશે.
CNG-PNG જનરેટર ચલાવી શકાશે
અલબત, સીએનજી-પીએનજી અને વિજળી સંચાલિત જનરેટર પહેલાની જે વાપરી શકાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર 2017માં આ વ્યવસ્થા લાગુ કરાઇ હતી. ઇપીસીઇ (Environment Pollution (Prevention and Control) Authority (EPCA) દિલ્હી-એનસીઆરમાં તેનું મોનેટરિંગ કરે છે. અલબત, આવુ પ્રથમવાર બન્યુ છે કે હવે ફ્યુઅલથી જનરેટરો ચલાવવા પર એનસીઆરના પાંચ શહેરોમાં સંપૂર્ણપણે મનાઇ ફરમાવવામાં આવી છે. અલબત હરિયાણાના ગુરુગ્રામ અને ફરિદાબાદમાં હાલ પણ હજારો લોકોને ત્યાં પાવર સપ્લાય જાહેર વિજ વ્યવસ્થા પર નિર્ભર છે. આવી સ્થિતિમાં તેની મુશ્કેલીઓ ઘણી વધી જશે.
વધી રહ્યુ છે પ્રદુષણનું સ્તર
પાછલા બે દિવસોમાં દિલ્હીમાં બહુ ધુમ્મસ દેખાઇ રહ્યુ છે. આ દરમિયાન એજન્સીઓ એવું માની રહી છે કે, ઓખ્ટોબરના અંત સુધી હેલ્થ ઇમરજન્સીની નોબત આવી શકે છે. જનરેટર પર પ્રતિબંધ ઉપરાંત આજથી રોડ-રસ્તાઓ પર સંપૂર્ણ સાફ-સફાઇની વ્યવસ્થા કરાશે. હાથથી ઝાડુ મારવા પર પ્રતિબંધ રહેશે.
સીપીસીબી અને ડીપીસીસીની વિવિધ ટીમો હોટ સ્પોટ સહિત પોતપોતાના ક્ષેત્રોમાં સ્થિતિ પર નજર રાકશે. આ સાથે જ સીપીસીવીના સમીર એપ પર મળી રહેલી પ્રદુષણ સંબંધિત ફરિયાદોને 24 કલાકની અંદર ઉકેલવાનો નિર્દેશ સીપીસીસી તરફથી જારી કરવામાં આવ્યો છે.