નવી દિલ્હીઃ નવરાત્રી દરમિયાન હોમ એપ્લાયન્સિસ અને કન્ઝઅયુમર ઇલેક્ટ્રોનિક્સ બનાવતી કંપનીઓના વેચાણમાં ડબલ ડિજિટનો ગ્રોથ નોંધાયો છે. ઉપરાંત તેના કુલ વેચાણમાં ઇ-કોમર્સ કંપનીઓની હિસ્સાદારી પણ વધી છે. સોની, એલજી અને પેનાસોનિક જેવી અગ્રણી કંપનીઓના વેચામાં નવરાત્રી દરમિયાન વાર્ષિક સરખામણીએ 30 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.
પેનાસોનિક ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રમુખ તેમજ સીઇઓ મનીષ શર્માએ કહ્યુ કે, ચાલુ વર્ષ તહેવારોની મોસમની શરૂઆત સારી રહી છે. પાછલા વર્ષની તુલનાએ એર કન્ડિશનર, ફ્રિજ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ વગેરેના વેચાણમાં અમે 30 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે. ઉપરાંત એલઇડીની માંગ, સપ્લાય કરતા વધારે રહી છે.
શર્માએ કહ્યુ કે, બદલાતી પરિસ્થિતિઓમાં ગ્રાહક સંપર્ક રહિત ડિલિવરીને પ્રાથમિકતા આપી રહ્યા છે. એવામાં ઓનલાઇન મારફતે ખરીદદારી વધી છે. પહેલા લોકો હલકાં સજાવટ-ડેકોરેશન સંબંધિત ઇલેક્ટ્રિક પ્રોડક્ટ, ઓડિયો પ્રોડ્ક્ટ્સ વગેરેની ખરીદી ઓનલાઇન કરતા હતા, પરંતુ ચાલુ વર્ષે અમે મોટા ઇલેક્ટ્રિક પ્રોડ્ક્ટ્સ જેવા કે ફ્રિજ અને વોશિંગ મશીનની ઓનલાઇન શોપિંગમાં વૃદ્ધિ જોઇ છે. તો બીજી બાજુ ગ્રાહકોની ખરીદીના વ્યવહારમાં પણ પરિવર્તન આવ્યુ છે. લાંબો સમય ઘરે વિતાવવા મળે તે માટે ગ્રાહકો હવે મોટા કદનું ટેલિવિઝન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
દક્ષિણ કોરિયાની કંપની એરજી ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં પણ વૃદ્ધિ થઇ છે. કંપનીનું ફેક્ટિવલ સેલિંગ દિવાળી સુધી ચાલશે અને તેમાં વાર્ષિક તુલનાએ લગભગ 25 ટકા સુધીની વૃદ્ધિ થઇ શકે છે.