દેશના વિવિધ રાજ્યો સહિત ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી થશે કે નહીં તેનો નિર્ણય ભારતનું ચૂંટણી પંચ હજી કરી શક્યું નથી ત્યારે ગુજરાત હાઇકોર્ટે પેટાચૂંટણી રદ્દ કરવાની એક અરજીમાં કેન્દ્રીય ચૂંટણી પંચને નોટીસ આપી ખુલાસો પૂછ્યો છે.
દેશ સાથે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ વધતું જાય છે. પ્રતિદિન 1000થી વધુ કેસ આવી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી એક પિટીશન સંદર્ભે ચૂંટણી પંચને નોટીસ મોકલાવી છે અને કહેવામાં આવ્યું છે કે ચૂંટણી કરવી કે નહીં તેનો ખુલાસો કરવામાં આવે. પિટીશનમાં કહેવામાં આવ્યું છે કે હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાથી જો મતદાન કરવામાં આવશે તો કોરોના પોઝિટીવના કેસો વધવા સંભવ છે તેથી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી મુલત્વી રાખવી જોઇએ.
પિટીશનમાં જે શંકા વ્યક્ત કરવામાં આવી હતી તેના સંદર્ભમાં હાઇકોર્ટમાં આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારે કહ્યું હતું કે હાલની ગંભીર પરિસ્થિતિમાં ચૂંટણી ન યોજાય તે ઇચ્છનિય છે. હાઇકોર્ટે અરજદારની રજૂઆત સાંભળીને કેન્દ્રીય ચૂંટણી પંચને નોટીસ મોકલાવી છે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીઓ પાસેથી પણ ખુલાસો માગ્યો છે.
અરજદારની રજૂઆત સાંભળીને હાઇકોર્ટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીનો પણ ખુલાસો પૂછ્યો છે. આ મામલે વધુ સુનાવણી 19મી ઓગષ્ટના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ આ સુનાવણીમાં તેનો જવાબ રજૂ કરે તેવી સંભાવના છે. બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી અંગે તેનું વલણ હજી સ્પષ્ટ કર્યું નથી.