કોરોના ની હાડમારી વચ્ચે બંગાળ માં વાવાઝોડા એ તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે અને આગામી 3 જૂન ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે . આ ચક્રવાત જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ રાત્રે પશ્ચિમ ભારતના રાજ્યોને ધમરોળી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનીકની મુવમેવન્ટ નક્કી કરશે આવશે કે નહીં. આવનાર સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા પણ જોવાઇ રહી છે. જેથી દેશના પૂર્વિય કાંઠે ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જૂનના શરૂઆતથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
