રાજ્ય માં મોટા ટોલ ઉઘરાવાની પેરવી વચ્ચે રજય ના મોટાભાગ ના રોડ હવે રોડ નથી રહ્યા અને વરસાદ માં ધોવાઇ જઇ ખાડા પડી ગયા છે.એક તરફ ટ્રાફિક અને વાહનો ને લગતા કાયદા માં પોલીસ હિટલર જેવું વર્તન કરી લોકો ને કાયદા નો રુવાબ બતાવી પુરે પૂરો દંડ વસૂલી રહી છે ત્યારે સામે લોકો ના વાહનો ને થઇ રહેલા નુકશાન માટે સરકાર જવાબદારી લેતી નથી ત્યારે એક તરફી કાયદા જનતા ને અંગ્રેજશાહી ની યાદ અપાવી રહી છે
મુંબઈ , સુરત તરફ થી સૌરાષ્ટ્રમાં રાજકોટ તરફ કે ભાવનગર તરફ કે કોઈપણ જગ્યા એ જાવ તો કાર ના રેડીયટર તૂટવાના અને ટાયરો ફાટવાના અને પંચર સહિત અકસ્માત ના બનાવો વધી રહ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ વાત ને નિશાન બનાવી શંકરસિંહ બાપુ એ ફરીએકવાર ભાજપ સરકાર ને સીધો સવાલ કરી ટાંકયું છે કે વિકાસ થી સાવધાન આ વિકાસ ના કુંડાળા માં ભૂલ થી પણ પડ્યા તો ગયા સમજો !
તેઓ એ આડકતરી રીતે આ મુદ્દો કટાક્ષ ના રૂપ માં લઈ ભાજપ ને નિશાન બનાવ્યું છે.
જાહેર માર્ગો માટે કરોડો રૂપિયા ના આંધણ છતાં સારા રોડ બની શકતા નથી અને માત્ર થોડાજ સમય માં તકલાદી રોડ ખાડા બની જાય છે જે વાસ્તવિકતા છે. જનતા હવે બરાબર ની ત્રાસી જઈ છે ત્યારે સરકાર જનતા ની વેદના સમજે તે જરૂરી છે.
