નવી દિલ્હીઃ પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) કાર્ડ ભારતીય આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલો 10 નંબરનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેનો ઉપયોગ ઇન્કમટેક્સ રિટર્ન ભરવા સહિત અન્ય સરકારી કામકાજમાં પણ ઉપયોગી બની છે.
આથી, PAN કાર્ડમાં દર્શાવેલી તમામ માહિતી સાચી હોય અને આવશ્યક જણાય તો તેમાં સુધારો પણ તાત્કાલિક કરાવી લેવો જઇએ. જો તમને લાગે કે PAN કાર્ડમાં દર્શાવેલી માહિતી કોઇ ભૂલ છે તો તમે પરેશાન ન થાવો. હવે તમે ઘરે બેઠાં PAN કાર્ડમાં રહેલી કોઇ પણ ભૂલ સુધારી શકો છો તે પણ અત્યંત સરળતાપૂર્વક.
જાણો PAN કાર્ડમાં રહેલી ભૂલીને કેવી રીતે સુધારશો…
- Tin-NSDL વેબસાઇટ ઉપર જાઓ
- હોમ પેજ ખુલ્યા બાદ સર્વિસ સેક્શનમાં ‘PAN’નો ઓપ્શન પસંદ કરો
- નવા પેજ પર ડેટા ઓપ્શનમાં ફેરફાર/ સુધારોમાં ‘એપ્લાય કરો’ પર ક્લિક કરો
- હાલના PANની તારીખમાં ફેરફાર કે સુધારા માટે સિલેક્ટ કરો
- ‘યોગ્ય કેટેગરી’માં અલગ વિકલ્પ પસંદ કરો
- નામ, જન્મ તારીખ, ઇ-મેલ આઇડી સરળતાપૂર્વક બદલી શકાય છે અને ત્યારબાદ ફરી સબમિટ પર ક્લિક કરો
- ‘ PAN એપ્લિકેશન ફોર્મ’ પર ક્લિક કરો
- હવે ઇ-કેવાયસી માંગવામાં આવે તો તમારે એક સ્કેન કેપી સબમિટ કરવાની રહેશે
- માંગેલી માહિતી જેવી કે, નામ, સરનામું, ઉંમરનું પ્રમાણપત્ર, આઇડી પ્રમાણપત્ર વગેરેની માહિતી ભરો
- પેમેન્ટની રિસિપ્ટની સાથે ચૂકવણી બાદ તમામ આઇડી પ્રૂફના ડોક્યુમેન્ટ NSDL e-Gov ઓફિસમાં સબમિટ કરાવો
- PAN કાર્ડમાં જે સુધારણા માટે તમે વિનંતી કરી છે, તે સુધારવામાં કે ફેરફાર કરવામાં આવશે.