નવી દિલ્હીઃ ડુંગળીના વધી રહેલા ભાવને નિયંત્રણમાં રાખવા માટે સરકાર પ્રયત્નશીલ છે. અગાઉ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ, ત્યારબાદ સ્ટોક લિમિટ લાદયા બાદ પણ ભાવમાં કોઇ ખાસ ઘટાડો ન આવતા હવે સરકાર ડુંગળીના બિયારણની નિકાસ ઉપર પણ તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, ડુંગળી એ એક રાજકીય રીતે સંવેદનશીલ કૃષિ પાક છે તેના ભાવ વધારાની અસર સંસદ સુધી પહોંચી છે.
કેન્દ્ર સરકારે ગૂરૂવારે ડુંગળીના બિયારણની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલી એક નોટિફિકેશનમાં કહેવાયુ છે કે, આ પ્રતિબંધ તાત્કાલિક લાગૂ કરવામાં આવે. જણાવી દઈએ કે, દેશમાં ડુંગળીની કિંમત આસમાને પહોંચી રહી છે. વિપક્ષીઓ પાર્ટીઓ પણ ડુંગળીના ભાવને લઈને સતત સરકાર પર પ્રહારો કરતા રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ડુંગળીની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનિય છે કે, એપ્રિલતી ઓગસ્ટ દરમિયાન દેશમાંથી 5.7 લાખ ડોલરના મૂલ્યની ડુંગળીની નિકાસ થઇ છે જ્યારે વિતેલા સમગ્ર નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન કુલ 35 લાખ ડોલરના મૂલ્યની ડુંગળી નિકાસ થઇ હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બુધવારના રોજ કહ્યુ હતું કે, ડુંગળીના વધતા જતા ભાવોથી જનતાને રાહત આપવા માટે સરકાર એક લાખ ટન બફર સ્ટોક કરવાની સાથે સાથે અલગ અલગ પગલા ઉઠાવી રહી છે. તોમરે વધુમાં કહ્યુ હતું કે, ડુંગળીના વધતા ભાવો પર સરકારે ધ્યાને દોર્યુ છે. અમે સમય પહેલા જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાથી આવકનો રસ્તો પણ ખુલ્લો થશે.