ચેક ગણરાજ્ચની માર્કેટા વંડરુસુસોવા અને ઓસ્ટ્રેલિયાના ઍશલે બાર્ટી ફ્રેન્ચ ઓપન મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચ્યાં. બંને પહેલી વખત કોઈ ગ્રાન્ડસ્લેમના ફાઇનલમાં પહોંચવામાં સફળ થયાં છે. 19 વર્ષની વંડરુસુસોવાઍ સેમિફાઇનલમાં બ્રિટનની યોહાના કોન્ટાને 7-5, 7-6થી હાર આપીને પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સ્થાન જમાવ્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાની બાર્ટીઍ અમેરિકાની 17 વર્ષની અમાન્ડા અનિસિમોવાને 6-7, 6-3, 6-3થી હાર આપીને પોતાની કેરિયરમાં પહેલી વખત ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
વંડરુસુસોવા પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી. પહેલાં તે ઓસ્ટ્રેલિયન ઓપન (2018 અને 2019) બીજા રાઉન્ડમાં, વિમ્બલ્ડન (2017 અને 2018) માં પ્રથમ રાઉન્ડ અને યુઍસ ઓપન (2018) માં ચોથા રાઉન્ડ સુધી પહોંચવામાં સફળ થઇ હતી. બીજી બાજુ, બાર્ટી આ વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે તેનું ગ્રાન્ડસ્લેમમાં શ્રેષ્ઠ પ્રદર્શન હતું. વિમ્બલ્ડન (2018)માં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચવામાં સફïળતા મળી હતી. તે યુઍસ ઓપન (2018) માં ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.
અનિસમોવાનો જન્મ 2001 માં થયો હતો. આ પહેલા આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના ચોથા રાઉન્ડમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. યુઍસ ઓપન 2018નાંપ્રથમ રાઉન્ડ સુધી પહોંચવાનો શ્રેષ્ઠ દેખાવ હતો. તેમણે આ વખતે ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ત્રીજી ક્રમાંકિત રોમાનિયાના સિમોના હાલેપને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. બ્રિટનની 28 વર્ષની કોન્ટા પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી રમતા હતી. તેણે 2012 માં બ્રિટનની નાગરિકતા પ્રાપ્ત કરી હતી. તે ઓસ્ટ્રેલિયન ઓપન (2016) અને વિમ્બલ્ડન (2017) કે સેમિફાઇનલમાં માં હારી ચૂકી છે. અમેરિકન ઓપનમાં તે હજી સેમીફાઇનલમાં પહોંચી શકી ન હતી.