સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરતાં આવતાં ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. નશાના કારોબારીઓ કિશોરોનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને કોને આપવાનાં હતા તે સહિતની વધુ તપાસ હાથ ધરી છે.પકડાયલો બાળકિશોર પાસે નશાના સોદાગર સ્કૂલ બેગમાં અફીણની હેરાફેરી કરાવે છે
પુણા પોલીસે જણાવ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઉ.વ-16 વર્ષ 10 મહિના 29 દિવસ (આધારકાર્ડ મુજબ) રહેવાસી-રાજસ્થાન પાસેથી અફીણ 1.980 કિ.ગ્રામ જેની કિ.રૂ 1.98000ની મત્તાનો વગર પાસ પરમીટે પોતાની પાસે રાખી હેરાફેરી કરતા પકડાઇ ગયો હતો.બાળ કિશોરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અફીણનો જથ્થો વોન્ટેડ આરોપી-ગોપાલ રતનજી શર્મા રહેવાસી-ઇટાવા તા-બેગુ થાના-પારસોલી જી-ચિતોડગઢરાજસ્થાન નાઓ પાસેથી લઈ સુરત ડિલિવરી આપવા આવ્યો હતો. ડિલિવરી લેનાર અજાણ્યો ઇસમના નામ સરનામાની ખબર નથી, મોબાઇલ નંબરની પણ ખબર નથી.કિશોરને આ કામ માટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યાં હતાં.સ્કૂલ બેગ સહિતનો જથ્થો ઝડપી લેવાયો
પોલીસે અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ-2 જેની કુલ કિ.રૂ-7500 તથા આધારકાર્ડ તથા કાળા કલરની સ્કૂલ બેગ મળી કુલ્લે કિ.રૂ- 2,05,500 ની મત્તા જપ્ત કરી છે. પુણા પોલીસ સ્ટેશન ના પો.સ.ઇ. પી.કે. રાઠોડ સર્વેલન્સ સ્ક્વોડે આ કામગીરી કરી છે. અફીણ ના જથ્થા સાથે પકડાયેલ- કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર ઉ.વ 16 વર્ષ 0 મહિના 29 દિવસ આધારકાર્ડ દ્વારા રહેવાસી-રાજસ્થાન અફીણનો જથ્થો મોકલનાર વોન્ટેડ આરોપી- ગોપાલ રતનજી શર્મા રહેવાસી ઇટાવા, તા-બેગુ, થાના- પારસોલી જી-ચિતોડગઢ રાજસ્થાન