વોશિંગ્ટનઃ વિમાન મેન્યુફેક્ચરિંગ કરતી કંપની બિંગ સપ્ટેમ્બરમાં એક પણ મેક્સ વિમાન વેચવામાં અસફળ રહી છે. 737 મેક્સ વિમાનોના અકસ્માતની ઘટનાઓથી તે પહેલાથી જ બોઇંગ મુશ્કેલીનો સામનો કરી રહી છે. કોવિડ-19 સંકટને પગલે પ્રવાસ પ્રતિબંધોના કારણે કંપની ચારેય બાજુથી મુશ્કેલીઓમાં ફસાઇ ગઇ છે.
કંપનીએ કહ્યુ કે, સપ્ટેમ્બરમાં ત્રણ મેક્સ વિમાનોના ઓર્ડર રદ થયા. તો 48 અન્ય મેક્સ વિમાનોના ઓર્ડર પણ કેન્સલ થયા કારણ કે કંપની ગ્રાહકોના તેમની ખરીદીની ડિલ થવા અંગે અનિશ્ચિતતા છે. બોઇંગે ચાલુ વર્ષે 67 વિમાનનું ઓર્ડર બુકિંગ કર્યુ હતુ પરંતુ તેને 448 મેક્સ વિમાનોના ઓર્ડર રદ થવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ 602 જૂના ઓર્ડર પર પડતા મુકવા પડ્યા છે.
737 મેક્સ બોઇંગના સૌથી વધુ વેચાતા વિમાન હતા પરંતુ માર્ચ 2019માં તેની ઉડાનો રોકવી પડી હતી. તેનું કારણ એ હતુ કે બે મેક્સ વિમાનોનું અકસ્માત થવાથી 346 લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદથી કંપનીને મેક્સના પહેલો ઓર્ડર પાછલા મહિને પોલિશ એરલાઇન્સ પાસેથી મળ્યો હતો. કંપનીને અપેક્ષા છે કે ચાલુ વર્ષના અંત સુધી મેક્સને ફરીથી ગ્રીન સિગ્નલ મળી જશે.