નવી દિલ્હીઃ મુંબઇઃ કોરોનાના કારણે સર્જાયેલી આર્થિક મંદી અને મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગને મોટો ફટકો પડ્યો છે. હવે ગરીબ લોકો માટે બે ટંકની દાલ-રોટી પણ મુશ્કેલ બની ગઇ છે. બજારમાં ઓછી સપ્લાય અને માંગ વધારે રહેવાથી તુવરેદાળ સહિતના મોટાભાગના કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં 1 કિગ્રા તુવેરદાળનો ભાવ રૂ.100ને વટાવીને રૂ. 125 પહોંચી ગયા છે.
વેપારીઓનું તેમજ દાલ મિલોનું માનવુ છે કે જ્યા સુધી સરકાર પોતાની પાસે રાખેલો સ્ટોક નહીં વેચે, સપ્લાય તંગ હોવાના કારણે તુવેર દાળના ભાવ નીચે આવશે નહીં. દાલ મિલોનું કહેવુ છે તુવેરની અછતના કારણે દાળના ભાવ ઉંચે જઇ રહ્યા છે. કેન્દ્ર સરકારે 13 ઓક્ટોબરના રોજ તુવેરની આયાતની મંજૂરી આપી છે જેને 15 નવેમ્બર સુધી ભારત લાવવાની રહેશે જ્યારે અડદની આયાતની મુદ્દ 31 માર્ચ સુધીની છે. આ પહેલા અડદની આયાતની મુદ્દત 31 ઓગસ્ટે સમાપ્ત થઇ ગઇ હતી.
વેપારીઓનું કહેવુ છે કે કેટલાક સમય બાદ દેશમાં પણ નવી તુવેરની આવક શરૂ થઇ જશે તેમજ ચાલુ વર્ષે તેનું બમ્પર ઉત્પાદન થવાની અપેક્ષા છે. સરકારે તુવેર આયાતનો ક્વોટા એપ્રિલમાં જારી કરવો જોઇ તો હતો જે હવે જારી કરાયો છે. આયાત ક્વોટા ઘણો ઓછો છે જેનાથી તુવેરના સ્થાનિક ભાવ મકકમ રીતે નીચે આવવાની સંભાવના નથી. ભારત દ્વારા તુવેરની આયાતને મંજૂરી આપ્યા બાદ તરત જ મ્યાનમારમાં તેના ભાવ 650 ડોલર પ્રતિ ટનથી વધીને 800 ડોલર પ્રતિ ટને પહોંચી ગયા છે. સ્થા