ગાંધીનગર— આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં રાજ્યના મુખ્મમંત્રી વિજય રૂપાણીએ મહત્વના નિર્ણયો લીધા છે. આ બેઠકમાં પિરોટન ટાપુ અને દ્વારકાના વિકાસની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ તબક્કે આ પ્રોજેક્ટ માટે 108 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
ગુજરાતના 1640 કિલોમીટરના દરિયાકિનારે 144થી વધુ આઇલેન્ડ આવેલા છે જેના વિકાસ માટે સરકારે આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલિસી અને ઓથોરિટી બનાવી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે ટાપુઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસને ઉત્તેજન આપવાનો છે. ખાસ કરીને પિરોટન ટાપુ પર જવા આવવા માટે દરિયાઇ ભરતી સમયની સ્થિતિ વિષયક બાબતો અંગે બેઠકમાં ચર્ચા થઇ હતી.
રાજ્યના મુખ્યમંત્રીએ એવું સૂચન કર્યું હતું કે દ્વારકા અને પિરોટનના વિકાસ માટે વિશ્વના શ્રેષ્ઠ તજજ્ઞોની સેવાઓ લેવામાં આવે. તેમણે પિરોટન ટાપુની વિશેષતા એવા કોરલ સહિતના બર્ડવોચિંગ, લાઇટહાઉસને પણ વિકસિત કરવા જણાવ્યું છે.
આઇલેન્ડ ડેવપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકના નિર્ણયો—
— પિરોટન ટાપુને નેચર રિલેટેડ એક્ટિવિટીઝનું પ્રવાસન કેન્દ્ર બનાવાશે
— બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રચાશે.
— પિરોટન, શિયાળબેટ, બેટ દ્વારકાના વિકાસ માટે ડિટેઇલ પ્લાનિંગમાં વિશ્વના તજજ્ઞોની સલાહ લેવાશે.
— પ્રાથમિક તબક્કે 108 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે
— દ્વારકાની આઇટીઆઇનો મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે વિકાસ કરાશે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.