રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાયેલું જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરમિયાન રાજ્યના કચ્છમાં 20.90 ઈંચ સાથે 116.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.26 ઈંચ સાથે 46.82 ટકા, મધ્યગુજરાતમાં 17 ઈંચ સાથે 56.34 ટકા, સૌરાષ્ટ્રમાં 17 ઈંચ સાથે 60.69 ટકા, દક્ષિણ ગુજરાતમાં 46.75 ઈંચ સાથે 80 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂકયો છે.
રાજ્યમાં વરસાદી માહોલ ચાલુ છે અને મુખ્યત્વે વાદળીયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
