આખી દુનિયા નું જનજીવન અને પ્રગતિ ઠપ્પ કરી દેનાર કોરોના કોઈપણ રીતે કાબુ માં આવતો નથી અને જો લોકડાઉન રાખે તો ધંધા રોજગાર બંધ થઈ જાય અને બેકારી આવે અને જો લોકડાઉન હટાવે તો કોરોના માં લોકો ને ચેપ લાગવાની શકયતા વધે અને મૃત્યુઆંક વધી જાય છે હાલ ભારત માં લોકડાઉન અમલ માં છે અને ચોથા લોકડાઉન માં થોડી છૂટછાટ આપી છે અને પાંચમું લોકડાઉન માં વધુ છૂટછાટ આપવાની વાત છે ત્યારે આવો જોઈએ દુનિયા માં કેટલી જગ્યા એ છૂટછાટ આપ્યા બાદ ફરી લોકડાઉન જારી કરવું પડ્યું છે ,દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશ માં શરૂઆતથી જ કોરોનાને કાબૂમાં હતો. આશરે 5 કરોડની વસતી ધરાવતો આ દેશ માં સ્કૂલ બંધ કરી દેવાઇ હતી.લોકોને ઘરેથી જ કામ કરવાનું કહી દેવાયું હતું. દક્ષિણ કોરિયામાં માર્ચના અંતમાં દરરોજ 20,000 લોકોની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે આ આંકડો વિશ્વના કોઇ પણ દેશથી વધુ હતો. પરંતુ 20 મેએ ફરી સ્કૂલો ખોલી દેવામાં આવી ત્યારબાદ ગુરુવારે દેશમાં કોરોના વકર્યો અને ચેપના 74 કેસ આવતા રાજધાની સિઓલ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્કૂલ-કોલેજો ફરી બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
દેશના શિક્ષણ મંત્રી જોંગ યૂન કિયોંગે કહ્યું કે દેશમાં ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવાની જરૂર પડી છે , કારણ કે આરોગ્યકર્મીઓ માટે લોકો ના સંક્રમણના સંપર્કોને શોધવા મુશ્કેલ છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે સંક્રમણના વધતા મામલ શોધવા મુશ્કેલ છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય પગલાં લેવાની જરૂર છે. કોરિયા બીમારી નિયંત્રણ અને રોકથામ કેન્દ્રે કહ્યું કે નવા 79 કેસમાંથી 67 સિઓલ મેટ્રોપોલિટન ક્ષેત્રના છે. દેશની અડધી વસતી અહીં જ રહે છે.
ફિલિપાઇન્સ ની વાત કરવામાં આવે તો વુહાનથી પણ લાંબુ લૉકડાઉન, છતાં છૂટ મળતા જ બધા પ્રયત્નો બેકાર થયા અને કોરોના વકર્યો તો એવો વકર્યો કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 539 કેસ નોંધાયા કે જ્યારે તે પહેલાં એક સપ્તાહમાં દરરોજ સરેરાશ 300 કેસ આવી રહ્યા હતા. જાન્યુઆરીમાં પ્રથમ કેસ મળ્યા બાદ આ સૌથી મોટો આંકડો છે. અહીં 16 માર્ચથી કડક અમલ શરૂ કરાયો હતો. 11 મેએ મનિલા એરપોર્ટ અને 16 મેએ મેટ્રો તેમજ કેટલાક મોલ ખોલી દેવા સાથે શુક્રવારથી ઘરેલુ ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવાઇ. તેથી દેશભરમાં કેસ વધવા લાગ્યા હતા આમ અહીં પણ લોકડાઉન તૂટતા કોરોના એ કેર વર્તાવ્યો હતો.
શ્રીલંકા ની વાત કરવામાં આવે તો કુવૈતથી આવેલા 250 સંક્રમિત, રવિવારથી દેશભરમાં ફરી કડક અમલ
શ્રીલંકામાં મોટાપાયે ટેસ્ટિંગ થયા, સારી આરોગ્ય સુવિધાઓ અને પહેલાથી જ હાજર દેખરેખ તંત્રને કારણે માત્ર 10 મોત થયા છે. સ્થિત સારી રહેતા 52 દિવસોના લૉકડાઉન બાદ 11 મેથી બજાર ખોલી દેવાયા. છેલ્લા એક સપ્તાહમાં માત્ર બે જ દિવસ સંક્રમિતોની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ પરંતુ કુવૈતથી હાલમાં જ ફરેલા 250 લોકો પોઝિટિવ જણાયા બાદ સરકાર હરકતમાં આવી ગઇ છે. રવિવારથી દેશભરમાં લોકડાઉનના કડક નિયમ ફરી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઇન્ડોનેશિયા માં મે માં કોરોના ના કેસ ડબલ થઇ ગયા છે અને અંતરિયાળ ટાપુઓ સુધી સંક્રમણ પહોંચી ગયું છે.
વિશ્વમાં ચોથી સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં માર્ચના અંતિમ દિવસે ઇમરજન્સી લાગુ કરાઇ હતી ,મેની શરૂઆત સુધી ઇન્ડોનેશિયાએ કોરોનાને કાબૂમાં રાખ્યો પરંતુ મે મહિનો પૂરો થતા અંતરિયાળના ટાપુઓ સુધી કોરોના પહોંચી ગયો હતો,અહીંથી લોકોની અવરજવર જાવા અને બાલી જેવાં શહેરોમાં પણ છે. તેથી જોખમ ત્યાં પણ વધી ગયું અને મેના પ્રથમ સપ્તાહમાં દેશમાં 12 હજાર સંક્રમિત હતા, જે ગુરુવારે વધીને 24538 કેસ થઈ ચૂક્યા છે. આપણા દેશ માં પણ કોરોના નો આંક વધતો જઇ રહ્યો છે ટેસ્ટિંગ ઓછા કરી દેવાયા છે ગુજરાત માં તો કોરોના ની પુરી જાણકારી પણ આપવામાં હવે તંત્ર ગોટે ચડી ગયું છે અને અગાઉ પત્રકારો ને જે માહિતી અપાતી હતી તે લગભગ બંધ જેવી સ્થિતિ માં છે ત્યારે હવે આગામી સમય માં કોરોના કેવું રૂપ ધારણ કરશે તેતો સમય જ બતાવશે પરંતુ જનતા ના હિતો ને મહત્વ અપાય તેવા પગલાં ભરવા બુદ્ધિજીવી વર્ગ માં માંગ ઉઠવા પામી છે.
