દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ટકરાય તેવી શક્યતાઓ ને લઈ વલસાડ જિલ્લા સહિત રાજ્ય માં તંત્ર સ્ટેન્ડબાય બન્યું છે,હાલ કેરળના અરબી સમુદ્રમાં સર્જાયેલી લો-પ્રેશરની સિસ્ટમ ચક્રવાત માં પરિવર્તિત થતા આગામી તા. 2 અને 3 જૂન સુધીમાં મુંબઇ અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓની આ અંગે પૂર્વતૈયારી માટે બેઠક મળી હતી જેમાં વાવાઝોડા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ત્યારબાદ વલસાડ ના દરિયાઈ વિસ્તારમાં સમાવિષ્ટ કાંઠા વિસ્તારના 36 ગામને એલર્ટ રહેવા અને તકેદારી ના પગલાં ભરવા માટે મામલતદારો, સરપંચો તથા તલાટીઓને સૂચના આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લાના 3 તાલુકા વલસાડ તાલુકાના દરિયાઇ પટ્ટીના 18 ગામ, પારડીના 4 અને ઉમરગામ કાંઠાના 14 ગામ મળી 36 ગામો માં એલર્ટ જાહેર કરાયુ છે અને માછીમારો તેમજ લોકો ને દરિયા માં નહિ જવા સૂચના અપાઈ છે. ગતરોજ વલસાડ તાલુકાના તિથલ, કોસંબા અને ભાગડાવડા કિનારા વિસ્તારમાં ડીડીઓ અર્પિત સાગર, એસપી સુનિલ જોષી સહિત ના અધિકારીઓ એ કાંઠા વિસ્તાર ની મુલાકાત લીધી હતી અને સ્થિતિનો તાગ મેળવી સંબંધિત અધિકારીઓને વિપદા સમયે કેવા પગલાં ભરવા સહિત જરૂર પડ્યે સ્થળાંતર જેવી કામગીરી કેટલા સમય માં ક્યારે વગરે સૂચના આપી હતી.ઉપરાંત ત્રણે તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર, સરપંચ અને તલાટીઓને પણ લેખિત સૂચના આપી સ્થળાંતરની જરૂર પડે તો તેની પૂર્વ વ્યવસ્થા કરવા તાકીદ કરી હતી. નિસર્ગ વાવાઝોડુ મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈ હાલ તંત્ર એલર્ટ ની ભૂમિકા માં છે.
હાલ વાવાઝોડા પહેલા દક્ષિણ ગુજરાત સહિત રાજ્ય માં વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર સહિત ના વિસ્તારમાં વરસાદ પડ્યા ના વાવડ છે.
