મુંબઇઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ કોરોના વાયરસના કારણે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાની માંગને પ્રતિકુળ અસર છે અને તેમાં જંગી ઘટાડો નોંધાયો છે. WGCના આંકડા મુજબ સોનાની વૈશ્વિક માંગ જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસકિ ગાળામાં વાર્ષિક તુલનએ 19 ટકા ઘટીને 892.3 ટન નોંધાઇ છે જે સપ્ટેમ્બર – 2009 પછીની સૌથી ઓછી માંગ છે. જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં સોનાની માંગ 1100.2 ટન રહી હતી. સોનાની માંગ ઘટવાનું મુખ્ય કારણ તેના અતિશય ઉંચા ભાવ, કોરોના મહામારીને લીધે સર્જાયેલી આર્થિક અનિશ્ચિતતાને અને ખાસ કરીને સૌથી મોટા ગ્રાહક ભારતમાં માંગ ઘટતા કુલ વેચાણમાં જંગી ઘટાડો થયો છે.
- સોનાની રોકાણલક્ષી માંગ 21 ટકા વધીને 494.6 ટન થઇ, જેમાં 222.1 ટન સોનાની લગડી અને સિક્કા વેચાયા, સપ્ટેમ્બર ક્વાર્ટર 2019માં ગોલ્ડની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 408.1 ટન હતી.
- ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં 272.5 ટનનો ઉમેરો થયો, જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 258.7 ટન હતુ.
- સોનાના દાગીનાની માંગ 29 ટકા ઘટીને 333 ટન રહી, જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટમરાં 468.1 ટન દાગીના વેચાયા હતા
- વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 12 ટન સોનાનું વેચાણ કર્યુ, જે છેલ્લા એક દાયકાની પ્રથમ ઘટના છે, જ્યારે પાછલા વર્ષે સમાન ક્વાર્ટરમાં 141.9 ટન સોનું ખરીદ્યુ હતુ
- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની સપ્લાય 3 ટકા ઘટીને 1265.6 ટન રહી, જે વર્ષ પૂર્વે 1223.6 ટન હતી
ભારતમાં સોનાની માંગ 30 ટકા ઘટી
WGCના આંકડા મુજબ ભારતમાં જુલાઇથી સપ્ટેમ્બર 2020ના ત્રિમાસિકગાળા દરમિયાન સોનાની માંગ વાર્ષિક તુલનાએ 30 ટકા ઘટીને 86.6 ટન નોંધાઇ છે. જ્યારે વર્ષ પૂર્વેના ક્વાર્ટરમાં સોનાની માંગ 123.9 ટન રહી હતી.
- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની આયાત મૂલ્યની રીતે માત્ર 4 ટકા ઘટીને 39,510 કરોડ રૂપિયા રહી છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 41300 કરોડ રૂપિયાની મૂલ્યના સોનાની આયાત કરાઇ હતી.
- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાના દાગીનાની માંગ 48 ટકા ઘટીને 52.8 ટન રહી છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 101.6 ટન હતી. મૂલ્યની રીતે સોનાના દાગીનાની માંગ 20 ટકા ઘટીને 24100 કરોડ રૂપિયા નોંધાઇ છે જે જુલાઇથી સપ્ટેમ્બર 2019માં 33850 કરોડરૂપિયા હતી.
- સપ્ટેમ્બરમાં રોકાણ માટે સોનાની માંગ 52 ટકા વધીને 33.8 ટન રહી છે જે વર્ષ 2019ના સમાન ક્વાર્ટરમાં 22.3 ટન હતી. મૂલ્યની રીતે સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 107 ટકા વધીને 15410 કરોડ રૂપિયા થઇ છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 7450 કરોડ રૂપિયા હતી.
- સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ 41.5 ટન સોનાનું રિસાઇકલિંગ થયુ છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરના 36.5 ટન સોનાના રિસાઇકલિંગની તુલનાએ 14 ટકા વધારે છે.