મુંબઇઃ નેગેટિવ સેન્ટિમેન્ટના પેનિકને પગલે ભારતીય શેરબજારનું આજે નેગેટિવ ઓપનિંગ થયુ હતુ. જેમા બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારના ક્લોઝિંગ 40,625ની સામે આજે 40,623ના સ્તરે ખુલ્યુ હતુ. જો કે બેન્કિંગ અને આઇટી સ્ટોકમાં ભારે વેચવાલીને પગલે બજારમાં મંદી વધી હતી અને સેન્સેક્સ પાછલા બંધથી 300 પોઇન્ટ જેટલો તૂટીને નીચામાં 40,299 ક્વોટ થયો હતો. નિફ્ટી
બેન્ચમાર્ક સેન્સેક્સને 30 બ્લુચિપ સ્ટોકમાં એનટીપીસી, ઓએનજીસી, પાવરગ્રીડ, આઇટીસી, એચડીએફસી બેન્ક, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ઇન્ફોસિસ, કોટક બેન્ક, આઇસીઆઇસીઆ બેન્ક, અલ્ટ્રાટેક, ટીસીએસ, મહિન્દ્રા- મહિન્દ્રા, એસબીઆઇ, લાર્સન-ટુબ્રો જેવા શેર અડધાથી સાડા ત્રણ ટકાના ઘટાડે ટ્રેડ થઇ રહ્યા હતા.
તો બેન્ચમાર્ક નિફ્ટી આજે 11917ના સ્તરે ખુલ્યો હતો અને નીચામાં 11827 થયો હતો.
ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો મંગળવારના બંધ 73.34 ની સામે બુધવારે 73.35ના સ્તરે ફ્લેટ ખુલ્યો હતો જેનું કારણે ભારતીય શેરબજારની નેગેટિવ ઓપનિંગ છે.
ગઇકાલે વિપ્રોના પરિણામ જાહેર થયા હતા અને આજે આઇટી જાયન્ટ ઇન્ફોસિસના પરિણામ જાહેર થશે. ઉપરાંત આજે સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમના કેસની સુનાવણી થવાની છે.
ગઇકાલે આઇએમએફ એ ભારત સહિત અગ્રણી દેશો અને વૈશ્વિક અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવાની આગાહી કરતા રોકાણકોનું સેન્ટિમેન્ટ નબળુ પડ્યુ છે. જેની સીધી અસર શેરબજાર ઉપર પડશે.