દમણના કન્ટ્રક્શન વિભાગના એક અધિકારીની સેક્સ સીડીની ક્લિપ વાયરલ થઈ છે. અધિકારીને ફસાવીને માત્ર 25 લાખ પડાવવાના ઇરાદે આ વીડિયો બનાવાયો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 21 સેકન્ડની ક્લિપમાં અધકારી દેખાઈ રહ્યો છે પણ તેની સામેની વ્યક્તિ દેખાતી નથી. હાલમાં ગુજરાતના ચકચારિત ભાનુશાળી હત્યા કેસમાં જેમની સંડોવણી છે એ મહિલા અને તેની મંડળીએ જ આ પરાક્રમ કર્યું હોવાની માહિતી મળી રહી છે.
અધિકારીની સેક્સ સીડીની ક્લિપિંગ્સ જોતા એવું લાગી રહ્યું છે કે, કોઇક પ્રોફેશનલ ગેંગ દ્વારા અધિકારીને બ્લેક મેઇલ કરવાના ઇરાદે ફસાવીને તેમની સીડી ઉતારી દેવામાં આવી હોય. હાલ આ સીડીની ક્લિપિંગ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હોવાથી સમગ્ર વલસાડ અને દમણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મોટા માથાને ફસાવીને સેક્સ સીડી બનાવીને બ્લેક મેઇલ કરવામાં માસ્તર માઇન્ડ એવી અને હાલમાં ગુજરાતમાં ચકચારિત રાજકીય નેતા જયંતી ભાનુંશાળીની હત્યામાં સંડોવણી થયેલી મનિષા ગો સ્વામી અને તેમની મંડળીએ દમણના અધિકારીની સીડી બનાવી હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે. દમણ પોલીસ આ કેસમાં જરૂરી ફરિયાદ લઇને તપાસ હાથ ધરે તો સત્ય હકીકત બહાર આવી શકે એમ છે.
દમણના અધિકારીની ફરતી થયેલી સેક્સ સિડી અંગે અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ એ સફળ રહ્યો ન હતો. દમણ પોલીસ આ કેસમાં જો તપાસ હાથ ધરે તો અનેક રહસ્ય બહાર આવી શકે એમ છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા સંભળાઈ રહી છે કે, દમણ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.