Adani Group ના બેવડા ધોરણો, ચીનની કંપની ડ્રેગનપાસ સાથે શા માટે કર્યો એરપોર્ટ્સ ડેવલપમેન્ટનો કરાર, દેશની કંપનીઓને રઝળતી મૂકી?
Adani Group: કેન્દ્રની મોદી સરકારે ચીન સાથેના આર્થિક અને ડિજીટલ સંબંધો પર મોટાપાયા પર પ્રતિબંધો મૂકી દીધા છે. હેલો સહિતની અનેક એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે અદાણી ગ્રુપ દ્વારા ચીનની કંપની સાથે કરવામાં આવેલા કરારે દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે. અદાણી ડિજિટલ લેબ્સ (ADL) એ અદાણી ગ્રુપની ડિજિટલ ઇનોવેશન શાખા છે, જે આરબોના આવશ્યક સેવાઓ સાથેના સંપર્કની રીતમાં પરિવર્તન લાવવા માટે સમર્પિત હોવાનો દાવો કરે છે અને ભારતીય કંપનીઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂકે છે ત્યારે અદાણી ગ્રુપના બેવડા ધોરણો સામે આવ્યા છે.
અદાણી ગ્રુપે ચીનના ગુઆંગઝુ (ચીન) સ્થિત ડ્રેગનપાસ નામની કંપની સાથે એરપોર્ટ લાઉન્જ અને મુસાફરીના અનુભવોને વધારવા માટે ભાગીદારી કરી છે. ડ્રેગનપાસ એક બી સિરીઝની કંપની છે, જેની સ્થાપના 2005 માં થઈ હતી. આ કંપની એરપોર્ટ ડેવલપમેન્ટ અને એરપોર્ટ લાઉન્જ ઍક્સેસ માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ તરીકે સેવા આપી રહી છે.
ડ્રેગનપાસ સાથેના કરાર દ્વારા હવે અદાણી સંચાલિત તમામ એરપોર્ટ તેમજ સમગ્ર ભારતમાં વધારાના મુખ્ય ફોન્ટ્સની ઍક્સેસ ધરાવતું થઈ જશે. આ ભાગીદારી ભારતના એરપોર્ટ હોસ્પિટાલિટી લેન્ડસ્કેપમાં નોંધપાત્ર પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરશે, અને એક અલગ ગ્રાહક મૂલ્ય કંપની (CVP) માટે માર્ગ મોકળો કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અદાણી ડિજિટલ લેબ્સ અને ડ્રેગનપાસ વિવિધ પ્રવાસી વર્ગો માટે વ્યક્તિગત અનુભવો બનાવવા માટે સાથે મળીને કામ કરશે, પ્રીમિયમ એરપોર્ટ સેવાઓ સાથે તેમની મુસાફરીને સમૃદ્ધ બનાવશે વગેરે દાવો કરવામાં આવી રહ્યા છે.
દેશના કોર્પોરેટ જગતમાં પૂછાઈ રહેલા પ્રશ્નમાં દેખીતી રીતે અદાણી ગ્રુપના ચીનની કંપની સાથે કરવામાં આવેલી ભાગીદારીને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા ચીન પર અનેક પ્રકારે ડિજીટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે ત્યારે ચીનની ડ્રેગનપાસ નામની કંપની સાથે કરવામાં આવેલી ભાગીદારી અદાણી ગ્રુપની સ્વદેશી અને આત્મનિર્ભરતા અંગેના બેવડા ધોરણો છતી કરી રહી હોવાની છાપ પડી રહી છે. રાષ્ટ્રવાદી કંપની દ્વારા ચીનની કંપની સાથેની ભાગીદારી સવાલ પેદા કરી રહી છે કે શું ભારત દેશમાં એરપોર્ટ લાઉન્જ અને ટ્રાવેલ હોસ્પિટલિટીને સુચારી બનાવનારી સક્ષમ કંપનીઓ નથી? અદાણી ગ્રુપ પાસે આનો કોઈ જવાબ હાલ જોવા મળી રહ્યો નથી. દેશની અનેક સક્ષમ કંપનીઓને અન્યાય કરી રઝળતી મૂકી દેવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.