દુબઇ: દુનિયાની ત્રીજી સૌથી ઊંચી હોટલ ‘બુર્જ અલ અરબ’ની છત ઉપર બનેલ હેલીપેડનો. 321 મીટર ઊંચા હેલીપેડ પર બ્રિટનના બોક્સર એન્થોની જોશુઆએ એક પ્રમોશનલ ઇવેન્ટમાં બોક્સિંગ કરી હતી. ડબલ્યુબીએ અને આઈબીએફ હેવીવેટ ચેમ્પિયન જોશુઆ છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં છે.
તે અહીં લોકોને ફિટનેસ માટે મોટિવેટ કરી રહ્યો છે. જોશુઆએ પોતાની ફિટનેસ ચેલેન્જમાં લોકોને સતત 30 દિવસ સુધી રોજ 30 મિનિટ કસરત કરવા માટે મોટિવેટ કર્યા હતા. ઇવેન્ટ પણ તેનો ભાગ હતી. 28 વર્ષના જોશુઆએ કારકિર્દીની બધી 20 ફાઇટ નોક આઉટમાં જીતી છે. મહત્વપૂર્ણ છે કે 2013માં ફોર્મ્યુલા વન ટીમ રેડ બુલે સતત ચોથી વખત ડ્રાઇવર્સ અને કંસ્ટ્રક્ટર્સ ચેમ્પિયન બનવાનો આનંદ અહીંના હેલીપેડ પર મનાવ્યો હતો.