વુહાન: અહીં ચાલી રહેલી ઍશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના શટલર પીવી સિંધુ, સાઇના નેહવાલ અને સમીર વર્મા ત્રણે ક્વાર્ટર ફાઇનલમાં હારીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઇ ગયા છે. સાઇનાનો જાપાનની અકાને યામાગુચી સામે જ્યારે સિંધુનો ચીનની બિન ક્રમાંકિત કોઇ યાન યાન સામે પરાજય થયો હતો. જ્યારે સમીરનો ચીનના શિ યુકી સામે પરાજય થયો હતો.
મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં સાઇના ને જાપાનની અકાને યામાગુચીઍ 13-21, 23-21, 16-21થી હરાવી હતી. સિંધુને કેઇ યાન યાને ક્વાર્ટર ફાઇનલમાં ઍકતરફી મુકાબલામાં 21-19, 21-9થી હરાવી હતી. જ્યારે સમીરને શિ યુકીઍ સીધી ગેમમાં 21-10, 21-12થી હરાવ્યો હતો.