નવી દિલ્હી : ઍશિયન ગેમ્સ અને ઍશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા અમિત પંઘાલ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૭માં બ્રોન્ઝ મેડલ જીતનારા ગૌરવ બિધુડીના નામ બોક્સિંગ ફેડરેશન અોફ ઇન્ડિયા (બીઍફઆઇ) દ્વારા અર્જુન ઍવોર્ડ માટે મોકલાયા છે. અમિતે જાકાર્તા ઍશિયન ગેમ્સમાં ૪૯ કિગ્રાની કેટેગરીમાં ઉઝબેકિસ્તાનના ડિફેન્ડીંગ ચેમ્પિયનહસનબાય દુસમાતોવને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગત વર્ષે પણ અમિતના નામની ભલામણ કરવામાં આવી હતી, જાકે તે સમયે તેના નામ પર વિચારણા પણ કરાઇ નહોતી, કારણકે તે ૨૦૧૨માં ડોપ ટેસ્ટમાં ફેલ ગયો હતો. તેના માટે તેના પર ઍક વર્ષનો પ્રતિબંધ પણ લાગ્યો હતો. બીઍફઆઇના અધ્યક્ષ અજય સિંહે અહીં ઍક સન્માન સમારોહમાં કહ્યું હતું કે અમે ફરી અમિતનું નામ મોકલીઍ છીઍ અને અમને પૂરો વિશ્વાસ છે કે આ વખતે તેના નામ પર વિચારણા કરવામાં આવશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપની માજી સિલ્વર મેડલિસ્ટ સોનિયા લાઠેર અને કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલિસ્ટ પિંકી રાની પણ દાવેદાર હતી પણ તેમના નામ બીઍફઆઇઍ નથી મોકલ્યા. મહિલાઅોની સહાયક કોચ સંઘ્યા ગુરુંગ અને મહિલા ટીમના માજી મુખ્ય કોચ શિવ સિંહના નામ દ્રોણાચાર્ય ઍવોર્ડ માટે મોકલાયા છે.