વાલિયા ની સીલુડી ચોકડી પાસેની એક બંધ હોટલ ના કમ્પાઉન્ડ માં ટેન્કર ચાલક ની મીલીભગત થી ચાલતું કેમિકલ ચોરી નું કૌભાંડ વાલિયા પોલીસે ઝડપી પાડી કુલ ૧૩ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ચાલક ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલીયા નજીક આવેલ સીલુડી ચોકડી પાસેની બાપા સીતારામ હોટલ ના કમ્પાઉન્ડ માં સર્વિસ સ્ટેશન પાસે સીલુડી ચોકડી ખાતે રહેતો ઉપેન્દ્ર ડોડીયા નજીકમાં આવેલ ગોદરેજ કંપની માંથી એઓએસએલ ૪૬ નામ નું કેમિકલ ભરીને જતા ટેન્કર ચાલકો સાથે મીલીભગત દ્વારા કેમિકલ ચોરી નું કૌભાંડ આચરી રહ્યો હોવાની બાતમી વાલિયા પોલીસ મથકના પીઆઇ ,ઝેડ,એન ધાસુરાં ને બાતમી મળતા તેઓએ સ્ટાફ સાથે રેડ કરતા એક ટેન્કર માંથી કેમિકલ કાઢતા ચાલક જયસિંહ શર્મા ને ઝડપી પડ્યો હતો પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ૨૦૦ લીટર ના ૫ બેરલ અને ટેન્કર મળી કુલ ૧૩ લાખ ૧૯ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગરની તપાસ હાથ ધરી છે.