કોરોનાના વધતા જતા સંક્રમણની વચ્ચે સુરતની આઈ માતા રોડ પર આવેલી યુનિટી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી યુનિટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અર્થે આવતા દર્દીઓનો નોંધાયેલા કેસનો રિપોર્ટ જિલ્લા આરોગ્ય કચેરી સુધી પહોંચાડવામાં તંત્રની અનિયમિતતા છતી થઈ છે. અનેક વખત ટકોર કરવા છતા પણ સમયસર દર્દીઓની નોંધ ન મળતા અંતે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા .યુનિટી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી છે.
સુરત શહેરમાં કોવિડ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવેલી હોસ્પિટલોએ સવારે 11 વાગ્યા પહેલા નિયત કરવામાં આવેલા સમયે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા કેસો અંગેની વિગતો જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પર જમા કરાવવાની હોય છે. યુનિટી હોસ્પિટલમાં ઘણી કત ટકોર કર્યા છતા પણ કોરોનાના નોંધાયેલા કેસનો રિપોર્ટ નિયત કરેલા સમય પર મોકલવામાં આવતો નથી. જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા હોસ્પિટલ તંત્રને અનેક વખત ફોનથી અને ઈ-મેઈલથી જાણ કરી હોવા છતા તંત્ર દ્વારા લોલમલોલ કામગીરીમાં કોઈ સુધાર આવ્યો નથી, જેના કારણે આરોગ્ય વિભાગને અનેક હાલાકીનો સામનો કરવાની સ્થિતિ ઉભી થઈ છે.
યુનિટી હોસ્પિટલની અનિયમિત કામગીરી અંગે અનેક ટકોર છતા કોઈ સુધાર ન જણાતા જિલ્લા પંચાયત કચેરી દ્વાપા એપીડેમિક ડિસીઝ એક્ટ તથા ડીઝાસ્ટર એક્ટ અંતર્ગત કોરોનાની કામગીરીમાં સહાય ન આપવા બદલ યુનિટી હોસ્પિટલને નોટીસ ફટકારવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા હોસ્પિટલ તંત્રને અનિયમિત કામગારી બદલ બે દિવસમાં સ્પષ્ટતા કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જો હોસ્પિટલ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં નહીં આવે તો કાયદા અંતર્ગત