સુરત શહેરના વેલન્જા વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને તેના મિત્ર વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મ ની ફરિયાદ નોધાવી છે. કામરેજમાં આવેલા ફાર્મ હાઉસ પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી મહિલા અને મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે મિત્રતાનો સબંધ હતો. આશરે પાંચેક માસ પહેલા મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી એ મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને ત્યક્તાને કામરેજ તાલુકાના આસ્થા ગામે આવેલા ફાર્મ હાઉસ બોલાવી હતી. અને બળજબરી કરી હતી જ્યાં તેણે અને તેના મિત્રએ તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે ત્યક્તાએ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.