કોપા અમેરિકા કપની સલ્વાડોરમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં પેરુના ગોલકીપર પેડ્રો ગલેસીઍ પેનલ્ટી શૂટઆઉટમાં ઉરુગ્વના દિગ્ગજ ખેલાડી લુઇસ સુઆરેઝની સ્પોટ કીકને અટકાવી ગોલ થતો રોકતાંં પેરુ ઉરુગ્વેને હરાવીને સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું. તેમના આ વિજયમાં ગોલકીપર પેડ્રોઍ સુઆરેઝની કીક અટકાવી તે મહત્વની રહી હતી.
શનિવારે રમાયેલી આ મેચ બંને ટીમ વતી કોઇ ગોલ ન થતાં ગોલ રહિત ડ્રો રહી હતી. તે પછી પેનલ્ટી શૂટઆઉટ વડે મેચનો વિજેતા નક્કી થયો હતો. જેમાં પેરુઍ 5-4થી વિજય મેળવ્યો હતો. પોતાની છેલ્લી મેચમાં બ્રાઝિલ સામે 5-0થી કારમો પરાજય મેળવનારી પેરુની ટીમે આ વિજય સાથે છેલ્લી ચાર સિઝનમાં ત્રીજીવાર સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યુ હતુંં.
મેચ બરોબરી પર રહ્યા પછી પેનલ્ટી શૂટઆઉટમાં પહેલી સ્પોટ કિક સુઆરેજે લીધી હતી. જેને ગલેસીઍ ગોલ થતાં અટકાવી દીધી હતી. કોપા અમેરિકાના ટાઇટલને 1939 અને 1975માં જીતી ચુકેલી પેરુની ટીમ સેમી ફાઇનલમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ચીલી સામે બાથ ભીડશે. આ મેચમાં નિર્ધારિચ સમયમાં ઉરુગ્વેઍ 3 ગોલ કર્યા હતા પણ આ ત્રણેય ગોલ રદ કરી દેવાયા હતા.