આજથી લગભગ 35 વર્ષ પહેલા 16 વર્ષના કુલદીપ પટેલ નોર્થ કેરોલિના પહોંચ્યા હતા. તેઓ ત્યાં પોતાના કાકાના રેસ્ટોરન્ટમાં મદદ કરવા અને મુંબઇમાં રહેતી પોતાની માતા પરનું ભારણ ઓછુ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. અમેરિકામાં ભારતીય મુળના લોકોની જેમ જ તેમનું સપનું પણ દેશની સૌથી લોકપ્રિય રમત બેસબોલ ફરતે વિંટાયું હતું. જો કે રમત પ્રત્યેનું તેમના એ ગાંડપણને કારણે તેઓ અમેરિકા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા થયા હતા.
મેજર લીગ બેસબોલમાં પહોંચનારો ભારતીય મુળનો પ્રથમ ખેલાડી બન્યો કરણ પટેલ
જો કે કુલદીપ જ્યાં ન પહોંચી શક્યા ત્યાં તેમનો પુત્ર કરણ પહોંચી ગયો. 22 વર્ષના કરણને બે અઠવાડિયા પહેલા જ શિકાગો વાઇટ સોક્સની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. તેની સાથે જ તે મેજર બેઝ બોલ લીગ (એમએલબી)માં પહોંચનારો ભારતીય મુળનો પહેલો ખેલાડી બન્યો છે. કરણે જણાવ્યું હતું કે તે અહીના ભારતીય સમુદાયના લોકો માટે ઘણો સ્પેશિયલ છે.ઘણાં બાળકોએ હવે એવો વિશ્વાસ ધરાવતા થયા છે કે તેઓ અમેરિકાની રમતોમાં સારું પ્રદર્શન કરી શકે છે. એમએલબીના ઘણાં સીનિયરને એ જાણ થઇ કે હું તેમનામાં પહેલો ભારતીય મુળનો છું અને તેમને ઘણી નવાઇ લાગી હતી.
કરણે કહ્યું હતું કે સામાન્ય રીતે ભારતીય પેરન્ટ્સ પોતાના બાળકોને એકેડેમિક્સમાં ધકેલી દે છે. અથવા તો બહું થાય તો તેમને માત્ર ક્રિકેટ રમવાની મંજૂરી આપે છે. 2008માં રિન્કુ સિંહ અને દિનેશ પટેલ એમએલબી સાથે જોડાનારા પહેલા ભારતીય બન્યા હતા. તેમને ટેલેન્ટ હન્ટના માધ્યમથી એમએલબી ટીમમાં ટ્રેનિંગ માટે પસંદ કરાયા હતા. જો કે બંનેમાંથી કોઇ પણ બેઝબોલમાં પોતાની છાપ ઉપસાવી શક્યા નહોતા. રિન્કુ હવે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (ડબલ્યુડબલ્યુઇ)ના ડેવલપમેન્ટ ટેરટરીનો પ્રોફેશનલ રેસલર બન્યો છે.