નવી દિલ્હી: આઇએસએલ-4માં જમશેદપુર એફસીએ દિલ્હી ડાયનામોજ એફસીને 1-0 થી હરાવ્યુ હતું. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલ ફૂટબોલ મેચમાં જમશેદપુર તરફથી ઇજુ અઝુકાએ ગોલ ફટકાર્યો હતો.મેચમાં એકસ્ટ્રા સાત મિનિટ પણ આપવામાં આવી હતી જો કે તેમાં પણ હોમ ટીમ દિલ્હી ગોલ કરી શકી નહતી.
ઘર આંગણે દિલ્હીનો પરાજય
જમશેદપુર એફસી તરફથી મેચની 61મી મિનિટે ઇજુ અઝુકાએ ગોલ ફટકાર્યો હતો. ઇજુ અઝુકાએ મેહતાબ હુસેને પાસ કરેલા બોલને સારી રીતે ડિફેન્સ કરી બોલને ગોલ પોસ્ટ સુધી પહોચાડ્યો હતો.આ પહેલા મેચની 55મી મિનિટ પર ઇજુ અઝુકાને યેલો કાર્ડ બતાવવામાં આવ્યુ હતું.દિલ્હી એફસી અને જમશેદપુર એફસી બન્નેને હાફ ટાઇમ પહેલા એક-એક ગોલ કરવાની તક મળી હતી જો કે બન્ને ટીમ થોડા માટે તે તક ચુકી ગઇ હતી.મેચની 36મી મિનિટમાં દિલ્હી એફસીને ફ્રી કિક મળી હતી. જેને પોલિન્હોએ બોલને માર્યો હતો જો કે તે ઉંચાઇ પરથી નીકળી ગયો હતો.
બીજા હાફમાં જમશેદપુર એફસીએ સારી રીતે રમતને સ્ટાર્ટ કરી હતી અને દિલ્હી એફસીના પ્લેયરને ડિફેન્સ કરવાની વધુ ફરજ પડી હતી. મેચની 72મી મિનિટમાં જમશેદપુર એફસીએ ગોલ ફટકારનાર ઇજુ અઝુકાને બહાર મોકલ્યો હતો અને સબસ્ટીટ્યુટ તરીકે કેરવંશ બેનફોર્ટને મેદાનની અંદર બોલાવ્યો હતો.મેચની 86મી મિનિટમાં દિલ્હી ડાયનામોજનો સુખદેવ પાટિલ ઇજાગ્રસ્ત થતા તેને મેદાન બહાર મોકલવામાં આવ્યો હતો જેના સબસ્ટીટ્યુટ તરીકે એલ્બીનો ગોમેજ આવ્યો હતો.આ પહેલા દિલ્હી ડાયનામોજ એફસી પોતાના ઘરેલુ મેદાન પર નોર્થ ઇસ્ટ યૂનાઇટેડ એફસી સામે હારી ગઇ હતી.