નેશનલ બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદની પુત્રી ગાયત્રીઍ ઓલ ઇન્ડિયા સીનિયર રેન્કિંગ ટુર્નામેન્ટમાં જારદાર પ્રદર્શન કરીને બે ટાઇટલ જીતીને ડબલ સિદ્ધિ મેળવી હતી. ગાયત્રીઍ ચોથી ક્રમાંકિત આકર્ષી કશ્યપને હરાવીને અપસેટ કર્યો હતો. તેણે મહિલા સિંગલ્સ અને મહિલા ડબલ્સ ઍમ બે ટાઇટલ પોતાના નામે કર્યા હતા.
મહિલા સિંગલ્સમાં ગાયત્રીને તન્વી લાડ સામે જીતવામાં માત્ર 37 મિનીટ લાગી હતી અને તેણે ઍ મેચ 21-19, 21-16થી જીતી લઇને પહેલી સીનિયર રેન્કિંગ ટૂર્નામેન્ટ ટ્રોફી જીતી હતી. તે પછી તેણે ઋતુપર્ણા પાંડા સાથે મળીને ડિફેન્ડીંગ ચેમ્પિયન શિકા ગૌતમ અને અશ્વીની ભટની જાડીને 19-21, 21-14, 21-10થી હરાવીને ટાઇટલ જીતી લીધું હતું.