પોતાની યુવા સંબંધી સાથે સમલૈંગિક સંબંધ હોવાનો ખુલાસો કરનારી સ્ટાર દોડવીર દુતી ચંદનો આ સંબંધ તેનો પરિવાર સ્વીકારે તે સામે મોટો પડકાર છે. દુતીના માતા-પિતાઍ અત્યાર સુધી આ સંબંધ સામે કોઇ વાંધો નથી ઉઠાવ્યો પણ તેની મોટી બહેને વાંધો ઉઠાવીને તેને પરિવારમાંથી બહાર કાઢી મુકીને જેલમાં મોકલવાની ધમકી આપી છે. ૨૩ વર્ષની દુતી વિશ્વના ઍવા ગણતરીના ખેલાડીઓમાં સામેલ છે જેમણે પોતે સમલૈîગિક સંબંધ હોવાનું સ્વીકાર્યુ છે. તેણે કહ્યું હતું કે તેના પરિવારમાં તેની મોટી બહેનનું ખાસ્સું પ્રભુત્વ છે. તેણે મારા મોટાભાઇને ઘરમાંથી કાઢી મુક્યો હતો. કારણકે તેને તેની પત્ની ગમતી નહોતી. તેણે મને પણ ધમકી આપી છે કે મારી સાથે પણ ઍવું જ થશે. તેણે કહ્યું હતું કે મારી મોટી બહેનને લાગે છે કે મારી સાથીને મારી સંપત્તિમાં રસ છે અને તેણે મને કહ્યું હતું કે આ સંબંધ માટે તે મને જેલ ભેગી કરી દેશે.
રમતથી અલગ થયા પછી મારે જીંદગી જીવવાની છે : દુતી
સ્ટાર દોડવીર દુતી ચંદે પોતે સમલૈîગિક હોવાનો ખુલાસો કરવાની સાથે કહ્યું હતું કે હું અને મારી સાથી જે કરી રહ્યા છે તે કોઇ ગુનો નથી. આ અમારી જીંદગી છે અને અમે તેને જે રીતે ઇચ્છીઍ તે રીતે જીવી શકીઍ છીઍ. હું હાલ લોકોની નજરમાં છું કારણકે હું દેશ માટે રમી રહી છું, પણ રમતથી અલગ થયા પછી પણ મારે મારી જીંદગી જીવવાની છે. મે અત્યાર સુધી જે કંઇ કર્યુ છે તેનાથી મારા માતા-પિતા ખુશ છે અને મને આશા છે કે તેઓમારા આ નિર્ણયને પણ સમજશે.