ભારતની સ્ટાર દોડવીર અને ૧૦૦ મીટરની દોડમાં નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે પોતાના જીવનસાથી અંગે ખુલાસો કર્યો છે. ઍશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી દુતીઍ કહ્યું હતું કે હું મારા પોતાના શહેરની ઍક મહિલા મિત્ર સાથે રિલેશનશિપમાં છું દુતીનું ગામ ઓડિશાના ચાકા ગોપાલપુર છે અમને જાજપુર જિલ્લામાં તેના માતા-પિતા વણકર છે. ભારતની આ સ્ટાર સ્પ્રિન્ટર ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪ બાય ૪૦૦ મીટર રેસમાં ભાગ લે છે.
દુતી ચંદે ઍક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે મેં મારો હમસફર શોધી કાઢ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે દરેકને ઍ આઝાદી હોવી જાઇઍ કે જેની સાથે તે રહેવા માગે તેને પોતાનો પાર્ટનર બનાવી શકે. આ ૨૩ વર્ષિય દોડવીરે કહ્યું હતું કે મેં હમેંશા ઍવા લોકોને સપોર્ટ કર્યો છે, જેઓ સમલૈîગિક છે. ઍ દરેકની વ્યક્તિગત પસંદ છે. હાલના તબક્કે મારું ફોકસ આગામી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલિમ્પિક ગેમ્સ પર છે. પણ હું ભવિષ્યમાં મારી સાથી સાથે સેટલ થવાની ઇચ્છા ધરાવું છું.
આ દોડવીરે કહ્યું હતું કે આઇપીસીની કલમ ૩૭૭ને ગત વર્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા બિન અપરાધિક ગણાવ્યા પછી મને મારા સંબંધો બાબતે મુક્તમને બોલવાનો વિશ્વાસ મળ્યો છે. દુતીઍ કહ્યું હતું કે મને લાગે છે કે ઍક ઍથ્લેટ તરીકે કોઇઍ પણ મારા બાબતે પોતાનો મત નક્કી કરી લેવાનો અધિકાર નથી. કારણકે આ મારો નિર્ણય છે અને હું ઍની સાથે છું જેની સાથે હું રહેવા માગુ છું. આ ઍક અંગત નિર્ણય છે, જેનું સન્માન થવું જરૂરી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી થયું કે અમે ખોટા નથી : દુતી ચંદ
સ્ટાર દોડવીર દુતી ચંદે રવિવારે પોતે સમલૈîગિક હોવાનો ખુલાસો કરવાની સાથે ઍવું કહ્યું હતું કે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે સમલૈîગિતા મુદ્દે આપેલા ચુકાદાથી મને ઍવો વિશ્વાસ મળ્યો હતો કે અમે ખોટા નથી, કે અમે કંઇ ખોટું નથી કરી રહ્યા. તેણે કહ્યું હતું કે હું છેલ્લા ત્રણ વર્ષથી ઍક છોકરી સાથે સંબંધમાં છું. દુતી ઍવી પ્રથમ ભારતીય ઍથ્લેટ છે જેણે જાહેરમાં પોતે સમલૈîગિક હોવાની વાત સ્વિકારી છે. તેણે કહ્યું હતું કે સુપ્રીમના ચુકાદા પછી અમે નિર્ણય કર્યો કે હવે ઍકસાથે જીવવામાં કોઇ વાંધો નથી.
અમે લગ્ન કરીને નાનકડો પરિવાર વસાવવાનો નિર્ણય કર્યો છે : દુતી
દુતી ચંદે ઍવું કહ્યું હતું કે મેં અને મારી સાથીઍ નિર્ણય કરી લીધો છે કે અમે લગ્ન કરીશું અને પોતાનો ઍક નાનકડો પરિવાર વસાવીશું. દુતીઍ કહ્યું હતું કે તે મારા શહેરની જ છે અને તેને પણ રમત ગમે છે. તેણે મારા બાબતે વાંચ્યું કે મને રમતમાં કેરિયર બનાવતા કેટલી મુશ્કેલીઓ નડી હતી અને તેણે મને કહ્યું હતું કે તે મારી કથાથી પ્રેરિત થઇ અને ઍ રીતે અમારી મુલાકાત થઇ. જા કે તેણે પોતાની આ જીવનસાથીનું નામ જણાવવાનું નકાર્યુ હતું.