ISSF વર્લ્ડ કપ ફાઇલમાં આજે 10 મીટર એયર પિસ્ટલ મહિલાના ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. જેમાં ફ્રાંસની ગોબરવિલ્લે સેબિને 240.9 પોઇન્ટ સાથે પહેલા સ્થાને રહી હતી. તો બીજા સ્થાને ચીનની લિન યુમેઇ 237 પોઇન્ટ અને 218.7 પોઇન્ટ સાતેચીનની હી ઝેંગ મેન્ગજ્યુ ત્રીજા સ્થાને રહી હતી. ફ્રાંસની ગોબરવિલ્લેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને જીત મેળવી હતી.
તમને જણાવી દઇએ કે શુટીંગ વર્લ્ડ કપના સેમી ફાઇનલમાં મંગળવારે ભારતની હિના સિંધુ અને જીતુ રાયની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ISSF ના ફાઇનલમાં પિસ્ટલ ઇવેંટમાં જીતુ રાય અને હિના સિંધુએ ભારતને ગોલ્ડ મેડલ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.