દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે જર્મનીના લકી લૂઝર ઓસ્કર ઓટેને સીધા સેટમાં હરાવીને 15મી વાર ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની પુરૂષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રીજા ક્રમાંકિત ફેડરરે વિશ્વના 144માં ક્રમાંકિત ખેલાડી ઓસ્કરને કોર્ટ ફિલીપ ચેટરિયર પર 6-4, 6-3, 6-4થી હરાવ્યો હતો. આ મેચ 95 મિનીટ સુધી ચાલી હતી. ફેડરરે પોતાના ચારેય બ્રેક પોઇન્ટ બચાવ્યા હતા. 37 વર્ષનો ફેડરર આગામી રાઉન્ડમાં નોર્વેના કાસ્પર રૂડ સામે રમશે. જેણે ઇટલીના 29મા ક્રમાંકિત માતિયો બેરેટિનીઍ 6-4, 7-5, 6-3થી હરાવ્યો હતો.
ફેડરરે સરળતાથી ત્રણેય સેટ જીતીને આગામી રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. તેણે કહ્યું હતું કે ગ્રાન્ડ સ્લેમ શ્રેષ્ઠ હોય છે, તમે ઍક ઍવા ખેલાડી સામે રમો છો જેણે ક્વોલિફાઇ કર્યુ છે અને તેનું નામ તમે ઍ પહેલા ક્યારેય સાંભળ્યુ નથી હોતું. તેણે કહ્યું હતું કે આ ઍક મુશ્કેલ મેચ હતી અને તે ઘણું સારું રમ્યો હતો.
ભારતનો દિવિજ શરણ અને બ્રાઝિલનો માર્સેલો ડેમોલિનરની જાડીઍ પુરૂષ ડબલ્સમાં માર્ટન ફુકસોવિસ અને રોબર્ટ લિન્ડસ્ટેડની જાડીને હરાવીને ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ભારત અને બ્રાઝિલના ખેલાડીની આ જાડીઍ હંગેરીના ફુકસોવિચ અને સ્વીડનના લિન્ડસ્ટેડને ત્રણ સેટ સુધી ચાલેલી આકરી મેચમાં 6-3, 4-6, 6-2થી હરાવી હતી. દિવિજ અને ડેમોલિનરની જાડીઍ આ મેચ 1 કલાક અને 48 મિનીટમાં જીતી હતી.