જો તમે વધુ વીજ બિલથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ટૂંક સમયમાં જ વીજ બિલ તમારા ઘરે આવશે નહી અને તેની શરૂઆત આવતા વર્ષે એટલે કે 2019થી થશે. મોદી સરકારએ દરેક લોકોને રાહત આપતા નિર્ણય લીધો છે કે આગળના ત્રણ વર્ષમાં દેશભરના બધા જ વીજળીના મીટરોને પ્રી-પેડમાં બદલવામાં આવશે. ઉર્જા મંત્રાલયના આ નિર્ણયનો ઉદ્દેશ્ય વીજળીના ટ્રાન્સમીશન તેમજ વિતરણમાં થનારી ખોટને ઘટાડવાનો છે. આ સાથે જ વિતરણ કંપનીઓની સ્થિતિ સુધરશે અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન મળશે. પેપર બિલની વ્યવસ્થાના અંત સાથે જ બિલની ચુકવણીમાં પણ સરળતા રહેશે.
સરકારના જણાવ્યા અનુસાર, સ્માર્ટ મીટર ગરીબોના હિતમાં છે કારણ કે, ગ્રાહકોને આખા મહિનાનું બિલ એક જ વારમાં આપવાની જરૂરત રહેશે નહી. તેના બદલે તેઓ પોતાની જરૂરીયાત મુજબ બિલની ચુકવણી કરી શકશે. એટલું જ નહી મોટા પાયે સ્માર્ટ પ્રિ પેડ મીટરની રચના યુવાનો માટે રોજગારી પણ ઊભી કરશે.
આપને જણાવી દઈએ કે, બધાજ રાજ્યોની સરકારોએ આ વીજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે અને પોતાના ગ્રાહકોને સાતેય દિવસ 24 કલાક વીજળી આપવા પર સહમતી દર્શાવી હતી. આના હેઠળ, 1 એપ્રિલ 2019 અથવા એ પહેલા ગ્રાહકોને 24 કલાક વીજળી ઉપલબ્ધ કરવવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે.