મુંબઈના હીરા બજારમાં ગુજરાતી વેપારીના પોતાના જ કર્મચારીએ લૂંટ્યો હોવાની માહિતી મળી છે. 25 કરોડના હીરા લઈને મુંબઈનો કર્મચારી ફરાર થયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈના ભારત ડાયમંડ બુર્શમાં આવેલી ખાનગીર કંપનીનો કર્મચારી 25 કરોડના હીરા લઈને વેચવા માટે નિકળ્યો હતો. જે સમય ઘણો ગયા બાદ પાછો ન ફરતાં વેપારીએ તેનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેનો ફોન બંધ જણાતા વેપારીએ બીજા અન્ય વેપારીઓ સાથે પણ સંપર્ક કર્યો. પરંતુ તેની કોઇ ભાળ થઇ નહીં. જેથી માલિકે ફરાર થઇ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
નોંધનીય છે કે હાલ હીરા બજારમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેમજ ભૂતકાળમાં પણ હીરાની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ દ્વાર હીરા લૂંટની ઘટનાઓ સામે આવી છે. ત્યારે મુંબઇમાં વેપારીને જ પોતાના કર્મચારી દ્વારા 25 કરોડના હીરા લઇને ફરાર થઇ જતાં વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે.