ભારતીય સ્પીન્ટર હિમા દાસે પોલેન્ડમાં યોજાયેલી ઍથ્લેટિક્સ ગ્રાં પ્રિમાં મહિલાઓની 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ગોળા ફેંકમાં નેશનલ રેકોર્ડ ધારક તેજિન્દર પાલ સિંહ તૂરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્લ્ડ જૂનિયર ચેમ્પિયન અને 400 મીટરમાં નેશનલ રેકોર્ડ ધારક હિમાઍ 200 મીટરનું અંતર 23.25 સેકન્ડમાં પૂરૂ કર્યુ હતું.
છેલ્લા કેટલાક સમયથી પીઠના દુખાવાથી પીડાતી હિમાની 200 મીટરમાં આ વર્ષે પહેલી સ્પર્ઘા રહી હતી. તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 23.10 સેકન્ડ છે જે તેણે ગયા વર્ષે મેળવ્યું હતું. આ દોડમાં અન્ય ભારતીય વી કે વિસ્મયાઍ 23.75 સેકન્ડના વ્યક્તિગત સમય સાથે ત્રીજા ક્રમ મેળવ્યો હતો.