ગુજરાતના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં રક્ષાબંધનના એક દિવસ પૂર્વે રાખડી બાંધવામાં આવે છે કારણ કે રક્ષબંધનનો તહેવાર આ ગામ અશુભ હોવાનું મનાય છે. આજે વર્ષો બાદ પણ રક્ષાબંધને આ ગામમાં કોઈ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.
પાલનપુરથી આઠ કિ.મી. દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા 200 વર્ષથી પણ વધારે વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે.
ચરોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પુજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતી ના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સુચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત્ છે.
લોક વાયકા મુજબ ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓ ના મોત નિપજ્યા હતા જેના કારણે ગામ ના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા અને પુરી વાત કરી જેના કારણે પુજારીએ કહ્યું કે આખા ગામ માંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે -ખૂણે છાંટી દો જેથી ગામના લોકો એ દૂધ ભેગું કરીને આખા ગામ માં છંટકાવ કર્યો જેના કારણે થોડી જ વાર માં બધુજ શાંત થઈ ગયું ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધન ના દિવસે આપડા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધે નહી ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાં ની એક પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધતી નથી.