અમદાવાદ : એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના સુપર 4ના ત્રીજા અને અંતિમ મેચમાં ભારતીય ટીમ આજે ચિર હરીફ પાકિસ્તાનથી ટકરાશે જેમાં તેમની નજર પોતાના વિજયી ક્રમને જાળવી રાખવા પર હશે. સતત ભારતીય હોકી ટીમે આ ટૂર્નામેન્ટમાં અત્યારસુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. સુપર 4થી પહેલી લીગ મેચમાં ભારત પહેલા જ પાકિસ્તાનને પટકી ચૂક્યું છે. અત્યારના દિવસોમાં ભારતે પાકિસ્તાન પર તમામ રીતે દબદબો બનાવ્યો છે અને આજે પણ મનપ્રીત સિંહની હાજરીવાળી ટીમ આ પાડોશી દેશ પર પોતાની પકડ મજબૂત રાખવા માંગશે.
સુપર 4ના પોતાની પહેલી મેટમાં કોરિયા સામે 1-1થઈ ડ્રોને છોડીને ભારતીય ટીમ ટૂર્નામેન્ટમા શાનદાર ફોર્મમાં રહી છે. તેના માટે ખિલાડીઓએ કેટલીય ખૂબસુરત મેદાની ગોલ કર્યા અને વન ટચ આક્રામક હોકીનું પ્રદર્શન કર્યું, જેના માટે તેઓ પ્રખ્યાત છે. ભારતે સુપર 4ના પહેલા મુકાબલામાં દક્શિણની સાથે ડ્રો રમ્યો હતો. જ્યારે બીજા મુકાબલામાં મલેશિયાને 6-2થી માત આપી હતી. ભારત સુપર 4 તબક્કામાં એક જીત અને એક ડ્રો અંક લઈને તાલિકામાં મોખરે છે. ત્યારબાદ મલેશિયા (ત્રણ અંક), કોરિયા (બે અંક) અને પાકિસ્તાન (એક અંક) પર છે.