સોમવારે અહીં ઇન્ડિયન અોપન બોક્સિંગ ટુર્નામેન્ટમાં આર્જેન્ટીનાના રામોન નિકાનોરને હરાવીને માજી યુવા ચેમ્પિયન સચિન સિવાચે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, તો સોનિયા લાઠેરે ચંદ્ર કલા થાપાને ૫-૦થી હરાવીને પોતાનું અભિયાન શરૂ કર્યુ હતું. ૫૭ કિગ્રાની જ કેટેગરીમાં મનીષા મૌને ફિલિપાઇન્સની નેસ્થી પેટોસિઅોને ૪-૧થી હરાવી હતી. જ્યારે ૬૦ કિગ્રાની કેટેગરીમાં શશી ચોપરાઍ ભુતાનની તંડિન ચોડેનને ૫-૦થી હરાવી હતી. આ ઉપરાંત પ્રીતિ બેનીવાલનેને નેપાળની સુનીતા સુનારને ૫-૦થી હરાવી ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યોતિ ગુલિયા અને અનામીકા પણ જીતીને ક્વાર્ટરમાં પ્રવેશી છે.
