નવી દિલ્હી : ભારતીય મહિલા સોફ્ટબોલ ટીમ જાકાર્તામાં આવતીકાલથી 7મી મે સુધી ચાલનારા એશિયન કપમાં ભાગ લેવાની છે. ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર મહિલાઓની આ ઇવેન્ટ રમાશે. જાકાર્તામાં જો ભારતીય મહિલા ટીમ ટોપ-3માં રહેશે તો તેને સીધી ટોક્યો ઓલિમ્પિક્સ 2020ની ટિકીટ મળી જશે. ભારતીય ટીમ પાસે આ એક સોનેરી તક આવી છે અને તેનો તે ફાયદો ઉઠાવવા માગશે, ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે 5 નવી રમતો દાખલ કરવામાં આવી છે. જેમાં બેઝબોલ, સોફ્ટબોલ, કરાટે, સ્કેટ બોર્ડ, સર્ફિંગ અને સ્પોર્ટસ ક્લાઇબિંગનો સમાવેશ થાય છે.
ભારતીય સોફ્ટ બોલ ટીમની કેપ્ટન સવિતા પારખેનું માનવું છે કે એશિયન કપમાં ટીમ માટે ચીન અને ઇન્ડોનેશિયાની ટીમ આકરા પડકાર સમાન છે. આ બંને ટીમો મહદઅંશે જોરદાર છે. ભારતીય ટીમનો પ્રયાસ તેમને હરાવીને ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ કરવાનો રહેશે..વર્લ્ડ કપ રમી ચુકેલી સવિતા ઇન્દોર પોલીસમા ફરજ બજાવે છે. તે કહે છે કે અમે ઓલિમ્પિક્સમાં પહોંચવા માટે ઘણી મહેનત કરી છે, હવે જોવાનું એ રહે છે કે એશિયન કપમાં અમારી ટીમ કેવું પ્રદર્શન કરે છે. અમે ત્યાં અમારું સો ટકા આપીશું.આ ગેમ એવી છે કે જેને મોટાભાગના યુવાનો રમતા નથી. સવિતાના મતે આ ગેમને બજુ વધુ ઉત્તેજન મળે અને વધુને વધુ છોકરીઓ તેની સાથે જોડાવી જોઇએ.