શિયાન : અહીં ચાલી રહેલી ઍશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય રેસલરોઍ બુધવારે 2 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 5 મેડલ જીત્યા હતા. ભારતના રેસલર અમિત ધનકરે 74 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં બુધવારે સિલ્વર મેડલ જીતી લીધો હતો. જ્યારે વિકીનો પણ સેમી ફાઇનલમાં ચીનના શિયાઓ સુન સામે 3-2થી હારી જતાં તેણે પણ સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે રાહુલ અવારેઍ 61 કિગ્રા અને દીપક પુનિયાઍ 86 કિગ્રાની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
74 કિગ્રાની ક્વોલિફિકેશનમાં અમિતે ઇરાનના મહંમદ અસગરને હરાવ્યો હતો, તે પછી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના યુહી ફુઝિનામી અને સેમી ફાઇનલમાં કિર્ગિસ્તાનના ઇલગીજ ઝાકિપબેકોવને હરાવ્યા હતા. જો કે ફાઇનલમાં તે કઝાકિસ્તાનના ડેનિયર કેસાનોવ સામે 0-5થી હારી જતાં તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. રાહુલ અવારેઍ કોરિયાના જિનચોલ કિમને 9-2થી હરાવીને જ્યારે દીપકે તાઝિકિસ્તાનના બખોદર કોદિરોવને 8-2થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયારે સુમિતે 125 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.