મુંબઇ : ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાની કોણીનું અોપરેશન કરવામાં આવ્યું છે. જેના કારણે 27 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન દોહા ખાતે યોજાનારા વર્લ્ડ કપમાં તેના ભાગ લેવા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. નીરજનું ઓપરેશન અહીની કોકીલા બેન હોસ્પિટલમાં દિનશા પારડીવાલાઍ કર્યુ હતું. નીરજે ટ્વિટ કરીને માહીતી આપી હતી કે ડો. દિનશા પારડીવાલા પાસે મેં મુંબઇમાં અોપરેશન કરાવ્યું છે. હવે પ્રેક્ટિસ શરૂ કરવા માટે મારે થોડા મહિના રાહ જાવી પડશે. દરેક દુર્ઘટના પાછળ કંઇક સારું થવાનું હોય છે. તમને ભગવાન વધુ બહેતર બનાવવા માગે છે.
૨૧ વર્ષના નીરજને ઍપ્રિલમાં ઍનઆઇઍસ પટિયાલામાં રમતી વખતે કોણીમાં દુખાવો થયો હતો. નીરજનું ઓપરેશન કરનારા ડો. પારડીવાલા આ પહેલા સુશીલ કુમાર, સાઇના નેહવાલ, પીવી સિંધુ, યોગેશ્વર દત્ત, વિનેશ ફોગાટ. અનિલ કુમાર, ઍચઍસ પ્રણોયની સારવાર કરી ચુક્યા છે. ઍ ઉલ્લેખનીય છે કે કોણીની ઇજાને કારણે નીરજ ૨૧થી ૨૪ ઍપ્રિલ દરમિયાન દોહામાં યોજાયેલી ઍશિયન ચેમ્પિયનશિપમાં પણ ભાગ લઇ શક્યો નહોતો.